65 વર્ષના ભાભાએ 3 વર્ષના બાળકને અડપલા કર્યા
ભાઈ-બહેન વૃધ્ધના ઘરે રમવા ગયા ત્યારની ઘટના: પોકસો હેઠળ ફરિયાદ નોંધાઈ
શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતા એક વયોવૃદ્ધે તેના પાડોશમાં રહેતા ત્રણ વર્ષ નવ માસની ઉમરના બાળકને ખોળામાં બેસાડી અભદ્ર કામુક ચેષ્ટા કર્યાની આક્ષેપ સાથેની ફરિયાદ થતાં પોલીસે તમામ પાસાની તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતા એક પરિવારના ત્રણ વર્ષની વયના બાળકના પિતાએ પોલીસને જાણ કરીને ફરિયાદ આપી છે કે તેઓ કામ પર ગયા હતા ત્યારે તેની પત્નીએ ફોન કરી તુરંત ઘરે આવી આવી જવાનું કહેતા તેઓ ઘરે પરત આવતા તેની પત્નીએ કહ્યું હતું કે પાડોશમાં રહેતા વીરેન્દ્રભાઈ નામના બુઝર્ગે આપણા પુત્રની સાથે અયોગ્ય અભદ્ર વ્યવહાર કરતા હતા.
આ વાત સાંભળીને અમો પાડોશીને તથા તેના પત્નીને અમારા ઘરે બોલાવ્યા હતા અને બધાની રૂૂબરૂૂમાં ભોગ બનેલા બાળકને પૂછયું હતું કે તું આજે દાદાના ઘરે રમવા ગયો હતો એટલે તેણે હા પાડી હતી. એ પછી પૂછયું હતું કે દાદાએ તને શું કર્યું હતું. આથી બાળકે કહ્યું હતું કે મને ખોળામાં બેસાડી ખરાબ કામ કર્યું હતું.દાદાને પૂછતાં તેણે આવું કર્યાનો ઈનકાર કર્યો હતો. આથી પતિ પત્નીએ ભક્તિનગર પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત વર્ણવી ફરિયાદ આપી હતી.પોલીસ ફરિયાદમાં થયેલા આક્ષેપ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.