પોરબંદરમાં હોલિડે કંપનીમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી 60.50 લાખની ઠગાઇ
પંજાબના શાશા શુભમ અમરીશકુમાર ગુપ્તા, મધુ શુભમ ગુપ્તા ઉર્ફે મધુ કોહલી, સંદિપ વેદ પાંડે તથા ઉતર પ્રદેશનો તરુણ છાબડા નામના આરોપીઓએ ઠગાઈ કરી બદદાનતથી રકમ મેળવી લેવાના ઈરાદે અગાઉથી જ પુર્વ આયોજીત કાવતરૂૂ રચ્યું હતું અને કડિયાપ્લોટ માં રહેતા કરશન હમીરભાઇ રાણાવાયા તથા પોરબંદરના અન્ય 4 વ્યક્તિને રાજયમાં મોહાલી ખાતે જીરકનગરમાં હોલી ડે નામની કંપનીમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી હતી અને રૂૂા.6 લાખનું રોકાણ કરો તો, પંદર મહીને તેની દોઢ ગણી રકમ રૂૂ.9 લાખ જેટલી માતબર રકમ આપવાનો વિશ્વાસ આપ્યો હતો.
જેમાં આરોપીઓએ કરશન રાણાવાયા પાસેથી રૂૂ. 12 લાખ, તેના મિત્ર મુકેશભાઈ ગોવિંદભાઈ પોશીયા પાસેથી રૂૂ. 18.50 લાખ, સમીરભાઈ વાઢીયા પાસેથી રૂૂ.18 લાખ તથા જયેશભાઇ માંડવીયા પાસેથી રૂૂ.6 લાખ અને હરીશગીરી ગોસાઈ પાસેથી રૂૂ.6 લાખ એમ મળી કુલ રૂૂ.60,50,000 તથા તે સિવાયના બીજા માણસો પાસેથી પણ રોકડા તથા બેંક મારફતે પૈસા પડાવી લીધા હતા અને આ રકમની સીકયુરીટી પેટે બગોદરા હાઈવે ઉપર બાલાજી ઉપવન ખાતે પ્લોટના દસ્તાવેજ કરી આપવાનું તથા પંદર મહીને દોઢી રકમનું રીટર્ન આપવાની લોભામણી લાલચ આપી હતી પરંતુ આજદીન સુધી કોઇ પ્લોટના દસ્તાવેજો કરી આપ્યા ન હતા. અને રોકાણ કરેલ રકમ પણ પરત આપી ન હતી આ અંગે ફરિયાદ નોંધાઇ છે.