હળવદમાં આસ્થા ટેક્નો પ્લાસ્ટ કંપનીમાં આધેડ સહિત 3 ઉપર 6 શખ્સોનો હુમલો
હળવદમા આરોપીની માતા સાથે આધેડે ફોનમાં ઉંચા અવાજે વાત કરતા આરોપીઓ હળવદની આસ્થા ટેકનો પ્લાસ્ટ કંપનીમાં પ્રવેશી આધેડને પાઈપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદોને જાનથી મારી નાખવાના ઈરાદાથી કાર ભટકાડી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આસ્થા ટેકનો પ્લાસ્ટ કંપનીમાં રહેતા મનોજ રમાશંકર યાદવએ અજયભાઈ સુરેશભાઈ કુડેચા, હાર્દિકભાઈ સુરેશભાઈ કુડેચા, સુરેશભાઈ કુડેચા, શીતલબેન સુરેશભાઈ કુડેચા, સંજયભાઈ ચંદુભાઈ કુડેચા, વિજયભાઈ ચંદુભાઈ કુડેચા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી અજયભાઈના માતા શીતલબેન સાથે ફોન કરી ઉચા અવાજે વાત કરી હતી જેના કારણે આરોપીઓ પાઈપ જેવા હથીયારો ધારણ કરી આસ્થા ટેકનો પ્લાસ્ટ હળવદ કંપનીમાં પ્રવેશી ફરીયાદીને પાઈપ વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી વિજયભાઈ આઇ 20 કાર રજીસ્ટર નંબર -જીજે-13-સીસી 2871 વાળી કાર ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાના ઈરાદાથી ભટકાડી માથે ચડાવી દેતા સાહેદ ઉપેન્દ્રરાયને જમણા પગમાં તથા શશીકાંતભાઈને કમરના ભાગે ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.