ગાંધી સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે
04:50 PM Jun 28, 2025 IST
|
Bhumika
Advertisement
15650ની રોકડ કબજે કરતી પોલીસ
Advertisement
નાના મવા રોડ પર આવેલી ગાંધી સોસાયટીમાં મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર પોલીસે દરોડો પાડી પતાટીચતા 6 શખ્સોને રૂા.15650ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમબ્રાન્ચના પીએેસઆઇ એસ.વી.ચુડાસમા, હેડકોન્સ્ટેબલ કિશન પાંભર, કોન્સટેબલ સંજય અલગોતર, અનુજ ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન નાનામવા રોડ પર આવેલી ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતા સુરેશ મોહનભાઇ વણપીરાયા, પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીચતા મકાનમાલીક સુરેશ વણપરીયા ઉપરાંત પરેશ મગનભાઇ માકડીયા, સીરાઝ અબ્દુલ રહીમ ભામાણી, વિશાલ છગનભાઇ ડોગા, શૈલેષ બળવતભાઇ ગોસાઇ અને મનહર શંકરભાઇ એરવાડીયાને ઝડપી લઇ પટમાંથી રૂા.15650ની રોકડ કબજે કરી હતી.
Next Article
Advertisement