ધોરાજી સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડેડ મંત્રી સહિત 6 સભ્યોનો હૂમલો
સસ્પેન્ડ કરાયેલ મંડળીના મંત્રીએ પગાર અને પીએફ બાબતે સાધારણ સભામાં માથાકૂટ કરી હુમલો કર્યો
ધોરાજીની છાડવાવદર સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડ કરેલ મંત્રીએ સાધારણ સભામાં પી.એફ. તથા છેલ્લા મહીનાનો બાકી પગાર બાબતે માથાકૂટ કરી 6 શખ્સોએ મંડળીના પ્રમુખ ઉપર હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ધોરાજીના સ્ટેશનરોડ રેલ્વે સ્ટેશનની બાજુમા વિપુલ ટાવર બ્લોક નં-401માં રહેતા છાડવાવદર સહકારી મંડળીના પ્રમુખ હરેશભાઇ મુળુભાઈ હેરભા (ઉ.વ.45) નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સહકારી મંડળીના સસ્પેન્ડ કરેલ મંત્રીએ કિશનભાઈ બાબુભાઈ સિંધવ તેમજ અન્ય ચાલુ સભ્યો પ્રભાતકુમાર ચુનીલાલ હેરભા,ગોવાભાઈ કુંભાભાઈ સિંધવ,નિતિનભાઈ કાળાભાઈ સિંધવ,ભરતભાઇ નાથાભાઈ સોનારા,ભલાભાઇ નાથાભાઈ સોનારાનું નામ આપ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા મુજબ હરેશભાઇ મુળુભાઈ હેરભા સને-2019 ની સાલથી છાડવાવદર સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે ચુંટાય આવેલ હોય અને હાલે પણ મંડળીના પ્રમુખ તરીકેનો કાર્યભર સંભાળે છે. પ્રમુખ તરીકે તેમની ફરજ માત્ર ખેડુતોને ધીરાણ આપવાની કામગીરી તથા મંડળીની સામાન્ય સભામા હાજર રહી ઠરાવ પસાર કરવાનું હોય છે.
છાડવાવદર ગામના છોડવાવદર સેવા સહકારી મંડળીના મંત્રી કિશનભાઈ સિંધવને ગઇ તા 19/11/2024 ના રોજ તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરેલ હોય અને સસ્પેન્ડ કરેલ મંત્રીને પી.એફ. તથા છેલ્લા મહીના નો પગાર આપવાનો થતો ન હોય જેથી આ કિશનભાઈ સિંધવને પી.એફ તથા નવેમ્બર મહિનાનો પગાર આપેલ ન હોય અને ગઇ તા.29/07/2025 ના રોજ છાડવાવદર ગામે બેન્ક ઓફ બરોડાની બાજુમા આવેલ કડવા પટેલ સમાજની વાડીમા છાડવાવદર સેવા સહકારી મંડળીની સાધારણ સભાનું આયોજન કરવામા આવેલ હોય આ સામાન્ય સભા સાંજના છ સાડા છ વાગ્યાની આસપાસ શરૂૂ કરેલ અને આ સામાન્ય સભામા મંડળીના ઉપપ્રમુખ અરજણભાઇ જેઠાભાઇ કાનગદ તથા જમનાદાસ દુદાભાઈ બાલધા તથા સિંદાભાઈ લાખાભાઈ કાનગડ તથા ગાંડાભાઈ દેસાભાઈ કાનગડ તથા નારણ ભાઈ મુળુભાઈ હેરભા તથા પ્રભાતકુમાર ચુનીલાલ હેરભા તથા કિશનભાઈ બાબુભાઈ સિંધવ તથા ગોવાભાઈ કુંભાભાઈ સિંધવ તથા નિતિનભાઈ કાળાભાઈ સિંધવ તથા ભરતભાઇ નાથાભાઈ સોનારા તથા ભલાભાઇ નાથાભાઈ સોનારા એમ બધા સાધારણ સભામાં હાજર રહેલ હતા અને આ સભામા નિયમ મુજબ નિતિનભાઈ કાળાભાઈ સિંધવ તથા ભરતભાઇ નાથાભાઇ સૌનારા તથા ભલાભાઇ નાથાભાઇ સોનારા હાજર રહી શકે નહી તેમ છતાપણ તેઓ સભામા આવેલ હતા. અને સભા શરૂૂ થયાના થોડી જ વારમા છાડવાવદર રહેતા પ્રભાતકુમાર ચુનીલાલ હેરભા તથા કિશનભાઈ બાબુભાઈ સિંધવ તથા ગોવાભાઈ કુંભાભાઇ સિંધવ તથા નિતિનભાઈ કાળાભાઈ સિંધવ તથા ભરતભાઈ નાથાભાઈ સોનારા તથા ભલાભાઈ નાથાભાઈ સોનારાએ એકીસાથે ઉભા થયેલ અને આ બધાએ પ્રમુખને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને આ બધા એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી સસ્પેન્ડ કરેલ મંત્રી કિશનભાઈનું પી.એફ અને પગાર કેમ અટકાવી દીધેલ છે પી.એફ અને પગાર આપો છો કે નહીં અને આ વખતે સાધારણ સભામા હાજર રહેલ પ્રમુખના ભાઈ નારણભાઈ મુળુભાઈ હેરભા તથા ઉપપ્રમુખ અરજણભાઈ જેઠાભાઈ કાનગડ તથા સિદાભાઈ કાનગડએ આ બધાને પાછા વાળેલ અને આ બધા પ્રમુખ હરેશભાઈને બોલવા લાગેલ કે કિશનભાઇ મંત્રીનો પગાર તથા પી.એફ નહી આપો તો તમને જીવતા નહી મુકીએ બાદ પ્રભાતકુમાર ચુનીલાલ હેરભા તથા કિશનભાઇ બાબુભાઇ સિંધવ તથા ગોવાભાઇ કુંભાભાઇ સિંધવ તથા નિતિનભાઈ કાળાભાઈ સિંધવ તથા ભરતભાઇ નાથાભાઈ સોનારા તથા ભલાભાઇ નાથાભાઈ સોનારા ત્યાંથી ભાગી ગયેલ હતા.
આ બધાએ ગેરકાયદેસર મંડળી રચી પ્રમુખ હરેશભાઈને મારવાની કોશીષ કરી હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય છોડવાવદર મંડળીના કામે જતા પ્રમુખ હરેશભાઈને જો કઇ થશે તો આ હુમલો કરનારની જવાબદારી રહેશે તેમ ફરિયાદમાં જણાવ્યું હતું.