ગ્રીનલેન્ડ ચોકડી પાસે બાંધકામ સાઇટ પર જુગાર રમતા 6 જુગારી પકડાયા
04:43 PM Dec 04, 2025 IST | Bhumika
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે બાંધકામ સાઇટ પર દરોડો પાડી પોલીસે જુગાર રમતા છ શખ્સોને રૂા.10730ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે..
Advertisement
જાણવા મળતી વિગત મુજબ બિડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એન.પી.ચાવડા, જગમાલભાઇ જાદવ, સહિતનો સ્ટાફ પેટ્રોલિંયમાં હતો દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી ગ્રીનલેન્ડ ગ્લોરી નામની બાંધકામ સાઇટ ઉ5ર જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીચતા અમુ નારણભાઇ બાલસરા, જીગ્નેશ માવજીભાઇ વાઘેલા, હૈદર મનસુખભાઇ અંસારી, અમિત કિશોભાઇ ભેસજાળીયા, કિરણ લીબાભાઇ દાતણીયા અને દેવદાન દિલીપભાઇ સોનારાને ઝડપી લઇ પટમાંથી રૂા.10730ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement