કાલાવડના બાલંભડી ગામ પાસે જુગાર રમતા 6 પકડાયા
01:10 PM Jul 08, 2025 IST | Bhumika
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ગામ પાસે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જુગાર રમતા છ શખ્સો ને પકડી પાડ્યા છે, અને રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. કાલાવડ ટાઉન પોલીસની ટીમે બાલંભડી ગામ પાસે દરોડો પાડયો હતો, જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ગોવિંદ રૂૂપાભાઈ સાગઠીયા, લાલજીભાઈ ડાયાભાઈ સાગઠીયા, રસિક ભીમજીભાઈ સાગઠીયા, લલિતભાઈ હમીરભાઇ સાગઠીયા, યુસુફઅલી વોરા તેમજ હુસેન બચુભાઈ સુમરા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
Advertisement
Advertisement