કોડીનારમાં ફાસ્ટ ફૂડના વેપારી યુવાન પર હુમલો કરનાર 6 ઝડપાયા
કોડીનાર ના છારા જાપા વિસ્તારમાં આવેલ જગદીશ ફાસ્ટ ફૂડ નામની દુકાનમાં ગઈકાલે ભર બપોરે હુમલો કરવાની ઘટનામાં ઈજા પામનાર ધ્રુવ દિનેશભાઈ સવનીયા એ આઠ શખ્સો સામે પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
ગઈકાલે કોડીનારમાં ફાસ્ટ ફૂડના ધંધાર્થીની દુકાને જઈ તલવાર ધારિયા જેવા ઘાતક હત્યારો સાથે આંતક મચાવ્યા બાદ આરોપીઓએ જગદીશ ફાસ્ટ ફૂડ વાળા ભાવિકભાઈ ના ઘરે જીવલેણ હુમલો કરવાની તૈયારી સાથે ગયેલા જ્યાં ભાવિકભાઈના કૌટુંબિક ભાઈ ધ્રુવ સવનીયા તેમના પરિવારજનોને ગાડીમાં બેસાડીને બહાર જવાની તૈયારી કરતા હતા તે વખતે છરી જેવા જીવલેણ હથિયાર સાથે આરોપીઓએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો ફરિયાદમાં ધ્રુવ દિનેશભાઈ એ જણાવ્યું છે કે તેમના કૌટુંબિક ભાઈ ભાવિક એ આરોપી વિશાલ વાઢેર ની પત્ની સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરેલ જે બાબતનું મન દુ:ખ રાખીને જગદીશ ફાસ્ટ ફૂડમાં જઈને તલવાર અને ધારિયા સાથે જઈને રાજ સવનીયા સાથે પ્રથમ માથાકૂટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદ ફરિયાદી રાજ સવનીયા ઘર પાસે ઊભા હતા ત્યારે આ કામના આરોપી કુલદીપ કરસન વાઢેળ, વિશાલ વાઢેર, શૈલેષ વાઢેર, ભવદીપ દિનેશ અપરનાથી,સુનિલ ખીમા વાઢેર ,અજય દિનેશ સોસા, બિપીન જયંતિ વાઢેળ, તથા જય ગોવિંદ વાજા એ ફરિયાદી ધ્રુવ દિનેશભાઈ ને ગંભીર ઇજા પહોંચાડતા તેમને રા. ના. વાળા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ધોળે દિવસે બનેલી આંતકીય ઘટનાથી બજારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો બનાવ અંગે પોલીસે ગણતરી ની કલાકો માં છ જેટલા આરોપીની ધરપકડ કરીને ધોરણ સર કાર્યવાહી હાથ ધરી છે.