શાપરમાં ખરાબ વર્તન કરી ગાળો ભાંડતા શખ્સને સમજાવતા યુવક ઉપર પાઈપથી હુમલો
પુનિતનગરના યુવાને જાગનાથમાં ફિનાઈલ ગટગટાવ્યું
શાપરમાં આવેલા આંબેડકર ચોકમાં રહેતા યુવકે ખરાબ વર્તન કરી ગાળોભાંડતા શખ્સને સમજાવતા શખ્સે ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં આવેલા આંબેડકર ચોકમાં રહેતા મનિષભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ નામનો 37 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ચોકમાં ઉભો હતો ત્યારે ઘના પરમાર નામના શખ્સે ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર ઘનો પરમાર ખરાબ વર્તન કરી ગાળો ભાંડતો હતો જેથી મનિષ ચૌહાણે સમજાવતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં વાવડી વિસ્તારમાં પુનિત નગર આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા આસિફભાઈ હાજીભાઈ શેખ ઉ.વ.42 સાંજના પાંચેક વાગ્યાના અરસામાં જૂના જાગનાથ શેરી નં. 6 માં આવેલ ક્રિષ્ના ફ્લોરમીલમાં હતો ત્યારે કોઈ અગમ્યકારણસર ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.