ધ્રોલના મોટા ઈટાળામાં ઈજનેરની હત્યાનો પ્રયાસ કરનાર 6 આરોપીઓ ઝડપાયા
જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકા ના મોટા ઈટાળામાં પુલના ચાલી રહેલા કામ પર નિરીક્ષણ માટે ગયેલા સરકારી ઈજનેર પર હુમલો થયો હતો. તે ગુન્હાના છ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. ઈજનેરે નિયમ મુજબ કામ કરવાનું કહેતા તેમના પર ધોકાથી હુમલો કરાયો હતો અને મોટર ફેરવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં પંચાયત ના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પેટા વિભાગમાં મદદનીશ ઈજનેર નીલરાજસિંહ બારડ મોટા ઈટાળા પાસે માઈનોર બ્રિજ નાં ચાલતા કામ નાં સ્થળે તપાસ માટે ગયા હતા. જૂનાગઢ ની સ્વસ્તિક ક્ધસ્ટ્રક્શન નામ ની પેઢી કોન્ટ્રાક્ટ છે.
બાંધકામના આ સ્થળે ગત બુધવારે ઈજનેર નીલરાજસિંહ બારડ રૃટીન મુજબ વિઝીટ પર ગયા હતા. જ્યાં તેઓએ નિરીક્ષણ કર્યા પછી કામમાં ઓછો સિમેન્ટ વાપરવામાં આવી રહ્યો છે તેમ જણાવી સ્પેસિફિકેશન મુજબ કામ કરવા અને પૂરતી સિમેન્ટ વાપરવા સૂચના આપતા મામલો બીચક્યો હતો.
કોન્ટ્રાક્ટર પેઢીના અમિત ઝાલા એ મદદનીશ ઈજનેરને મારી નાખવો છે તેમ કહી ગાળો આપ્યા પછી ઢીકાપાટુથી માર મારવાનું શરૃ કર્યું હતું. જેમાં અન્ય શખ્સો જોડાયા હતા. તેથી મદદનીશ ઈજનેર પોતાનો જીવ બચાવવા માટે ઈટાળા ગામ તરફ દોટ મૂકીને નાસવા માંડ્યા હતા. તેની પાછળ અમિત ઝાલાએ મોટર દોડાવી હતી પોતાનો જીવ બચાવવા નીલરાજ સિંહ દુકાનના ઓટલા પર ચઢી ગયા હતા. ત્યાં આવી અમિત ઝાલાએ મોટર તેમના પર ફેરવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તે પછી અમિત તથા અન્ય પાંચ શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. નીલરાજસિંહે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓની શોધ શરૃ કર્યા પછી ગઈકાલે અમિત ઝાલા, આકાશ વર્મા ,સુરેન્દ્ર વસૈયા, મુન્નાભાઈ અલાવા, સુરેશ પરમાર, અને મહેશ ડાભી ની પોલીસે અટક્યાત કરી છે.અને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.