For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીંછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર 58ની ધરપકડ, ગામમાં ઘેરી તંગદિલી

12:51 PM Jan 07, 2025 IST | Bhumika
વીંછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર 58ની ધરપકડ  ગામમાં ઘેરી તંગદિલી

હત્યાના આરોપીનું સરઘસ ન કાઢતા ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસ સ્ટેશન ઘેરી લીધું: પથ્થરમારામાં પાંચ પોલીસ ઘાયલ, ટોળાંને કાબૂમાં લેવા ટિયરગેસના 12 સેલ છોડાયા

Advertisement

જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ વીંછિયા દોડી ગયા: સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

વીંછિયામાં કોળી યુવાનની હત્યા કરનાર 6 આરોપીઓની ધરપકડ કર્યા બાદ આ આરોપીઓનું વીંછિયામાં સરઘસ કાઢવાની માંગ સામે ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. અને મામલોતંગ બની ગયો હતો. ટોળામાંથી કેટલાક ટિખ્ખળ તત્વોએ પથ્થરમારો કરતા વાત વણસી હતી અને ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી. જેમાં પોલીસ ઉપર થયેલા પથ્થરમારામાં પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતાં. આ ઘટનાને લઈ પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને ટોળાને વિખેરવા માટે ટીયરગેસના 12 સેલ છોડાયા હતાં. આ મામલે વિછિયામાં પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી આ પ્રકરણમાં પોલીસે 58 લોકોની ધરપકડ કરી છે. આજે બીજા દિવસે પણ ઘટનાને લઈને સમગ્ર વિછિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની 8 શખ્સો દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી. જે ઘટનામાં વિંછીયા પોલીસ દ્વારા કુલ 8 આરોપીઓ પૈકી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ હત્યાનો મુખ્ય આરોપી શેખા ગભરૂૂભાઈ સાંબડ (રૅહે-વાંગધ્રા,તા-વિંછીયા), ભગવાન ઉર્ફે ભગો કાનાભાઈ કણોતરા (રહે-થોરીયાળી,તા-વિંછીયા), નવઘણ ઉર્ફે રામ ઉર્ફે રામો ભુરાભાઈ મોરી(રહે-કાનીયાડ, તા. જી. -બોટાદ), બીજલ સોમાભાઈ આલ(રહે-અમરાપુર, તા- વિંછીયા), રણછોડ ઉર્ફે અશોક મોતીભાઈ આલ(રહે-જસદણ,તા-જસદણ) અને વાઘા દેવશીભાઈ ખટાણા(રહે-થોરીયાળી, તા-વિંછીયા) ની વિંછીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે અન્ય બે ફરાર આરોપીઓ દેવરાજ પોલાભાઈ સાંબડ(રહે-મોટી લાખાવડ, તા-વિંછીયા) અને કનુ ધીરૂૂભાઈ કરપડા(રહે-હાલ થાન, તા-સુરેન્દ્રનગર) નામના બન્ને શખ્સો હજુ ફરાર હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આ હત્યાની ઘટનામાં લોકો દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી અને હજારો લોકોના ટોળા વિંછીયા પોલીસ સ્ટેશન સામે એકઠા થઈ ગયા હતા. જો કે વિંછીયા પોલીસ દ્વારા આરોપીઓનું માત્ર રિક્ધસ્ટ્રકશન જ કરવામાં આવતા લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી અને ટોળાને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. છતાં મામલો શાંત ન પડતા પોલીસ દ્વારા 12 ટીયરગેસ સેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા રાજકોટ એસ.પી. હિંમકરસિંહ તાત્કાલિક વિંછીયા ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કરનારા 58 લોકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિંછીયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં 5 જેટલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

આ બનાવ બાદ જિલ્લાપોલીસવડા હિમકર સિંહ સહિતના અધિકારીઓ વિછિયાખાતે દોડી ગયા હતા. તકેદારીના ભાગરૂપે હાલ વિછિયામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને સમગ્ર વિછિયા પંથક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ટોળાએ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ સાથે ધમાલ મચાવી હતી. પોલીસે ટોળાને આ બાબત ગેરવ્યાજબી હોવાનું કહી સમજાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળાએ કાયદો હાથમાં લઈ પથ્થરમારો કરતા સ્થિતિ વણસી હતી. અને અંતે પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement