ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દરેડમાં મુંબઈથી કુરિયરમાં આવેલ વિદેશી દારૂની 54 બોટલ ઝડપાઈ

11:42 AM Mar 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી દરેડ કુરિયર સર્વિસ નામની પેઢીમાં ગઈકાલે સાંજે જુદા જુદા ચાર પાર્સલો આવ્યા હતા. તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ આવી હોવાની કુરિયર સર્વિસ ના સંચાલકે એલસીબી ની ટીમને જાણ કરી હતી.

Advertisement

આવું જ પાર્સલ ચાર મહિના પહેલા આવ્યું હોવાથી તેમાંથી દારૂૂ નીકળ્યો હતો. જેની શંકા ના આધારે એલસીબી ને જાણ કરાતાં એલસીબી ની ટુકડી દરેડ વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને ત્યાં જઈને પંચો રૂૂબરૂૂ પાર્સલો તોડાવીને નિરીક્ષણ કરતાં અંદરથી જુદી જુદી બ્રાન્ડની કુલ 54 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીઓનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરોક્ત પાર્સલ મુંબઈથી આવ્યું હોવાનું, અને તેના ઉપર મોકલનાર વ્યક્તિના મોબાઈલ નંબર લખેલા હતા, જ્યારે જામનગરમાં એક પાર્ટી ને રીસીવર તરીકે જાહેર કરાયો હતો, અને તેના મોબાઈલ નંબર પણ પાર્સલ ઉપર લખેલા હતા. જેથી એલસીબી ની ટીમ દ્વારા 47 હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂૂ કબજે કરી લઈ પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં જુદા જુદા બે મોબાઈલ નંબરના ધારકો સામે દારૂૂબંધી ભંગે ગુનો દાખલ કરાવ્યો છે. જે અંગેની આગળની તપાસ પંચકોશી બી. ડિવિઝન પોલીસની ટીમ ચલાવી રહી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement