For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખેતલાઆપાના મંદિરમાંથી રક્ષિત 52 આંધળી ચાકળ મળી

04:30 PM Nov 19, 2025 IST | Bhumika
ખેતલાઆપાના મંદિરમાંથી રક્ષિત 52 આંધળી ચાકળ મળી

15 વર્ષથી આંધળી ચાકળ વસવાટ કરે છે, આજુબાજુના વિસ્તારના લોકો મંદિરમાં મૂકી જતા હોવાનુ મહંતનું બયાન

Advertisement

વન વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા સીડયુલ 2 ટાઇપનાં કોમન સેન્ડ બોઆ (આંધળી ચાકળ ) ને રાજકોટ શહેરમા ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા ખેતલાઆપા મંદીરનાં મહંત દ્વારા ગેરકાયદેસર 52 જેટલા સરીશ્રૃપને વન વિભાગે જપ્ત કરી અને મહંત વિરુધ્ધ વન્ય પ્રાણી સરંક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી તેની વધુ પુછપરછ કરી હતી. રાજકોટ ઉત્તર આરએફઓ વિક્રમસિંહ પરમારને બાતમી મળી હતી કે, એક સ્થળે મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે સાપને ગોંધી રાખવામાં આવ્યા છે. જેને લઈને તેઓએ ડીસીએફ યુવરાજસિંહ જાડેજા તથા એસીએફ એસ.ટી. કોટડિયાને માહિતગાર કરતાં ખાસ ટીમની રચના કરાઈ હતી. આરએફઓ પરમાર ઉપરાંત દક્ષિણ આરએફઓ અને વાઈલ્ડ લાઈફ વોર્ડન એચ.બી.મોકરિયાની એમ બે આરએફઓની સંયુક્ત ટીમ બનાવાઈ હતી અને જૂના યાર્ડથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે આવેલા ખેતલાઆપા મંદિરે ટીમ પહોંચી હતી. જ્યાં મહંત મનુ મણિરામ દૂધરેજિયાની પૂછપરછ કરતાં મંદિરની અંદર અલગ અલગ જગ્યાએ સાપ મળી આવ્યા હતા.

આ સાપ કોમન સેન્ડ બોઆ અને તે પણ શિડ્યુલ-2 ના હોવાથી તાત્કાલિક સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા હતા. શિડ્યૂલ-1ના જીવ હોવાથી ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ મહંત સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગીને સાપ ક્યાંથી લાવ્યા તેમજ કોઇ બીજાને આપ્યા છે કે કેમ તે સહિતની પૂછપરછકરવામાં આવશે. આરએફઓ પરમાર જણાવે છે કે, સાપ એ મોટી કેટેગરી ગણાય તેની અંદર પેટે રેલતા સરીસૃપો આવી જાય. પણ જેને પૂજનીય ગણવામાં આવે છે તે નાગની કેટેગરીના સાપ છે. મંદિરમાંથી જે કોમન સેન્ડ બોઆ રેસ્ક્યૂ કરાયા છે તે સાપ ખરા પણ નાગ નહિ. સાદી ભાષામાં તેને અંગોઠિયું કહેવાય છે. આવી જ કેટેગરીમાં આંધળી ચાકળ, અજગર બધા જ આવે. અહીં બોઆને નાગ તરીકે બતાવી પૂજા કરાવાતી હતી. આ સાપ તદ્દન બિનઝેરી હોય છે અને તેને રેતી જેવી જગ્યા મળી જાય એટલે ત્યાં જ પડ્યા રહે છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ખેતલાઆપા મંદિરમાં ઘણા સમયથી આ સાપ રાખવામાં આવ્યા હતા. જોકે ત્યાં વધુમાં વધુ દર્શનાર્થીઓ અને ભાવિકો આવે એટલા માટે મંદિરના મહંત મનુ દૂધરેજિયાએ સોશિયલ મીડિયામાં છવાઈ જવાનો પ્રયાસ કર્યો હતો. નાગનું ઘર અને નાગનું મંદિર તેમજ 100થી વધુ સાપનો આવાસ સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ખૂબ જ વીડિયો બનાવવામાં આવ્યા હતા અને વાઇરલ કરાયા હતા. જેનો આશય વધુમાં વધુ લોકો મંદિરે આવે તેવો હતો. જોકે આ વીડિયો વનવિભાગ સુધી પહોંચી જતા કાર્યવાહી કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement