For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાંથી ઝડપાયું 2000 કરોડની કિંમતનું 500 કિલો કોકેઇન, પોલીસે 4 લોકોનીકરી ધરપકડ

03:00 PM Oct 02, 2024 IST | Bhumika
દિલ્હીમાંથી ઝડપાયું 2000 કરોડની કિંમતનું 500 કિલો કોકેઇન  પોલીસે 4 લોકોનીકરી ધરપકડ
Advertisement

દિલ્હી પોલીસે ડ્રગ્સનો જંગી કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું છે. દક્ષિણ દિલ્હીમાં દરોડા બાદ એક રિકવરી કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલે 565 કિલોથી વધુ કોકેઈન રિકવર કર્યું છે. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ પકડાયેલા લોકોની કડક પૂછપરછ કરી રહી છે અને આ ડ્રગ્સ કોના માટે રાજધાનીમાં લઈ જવામાં આવતું હતું, કોને પહોંચાડવાનું હતું, આ ટોળકી સાથે કોણ કોણ સંકળાયેલું છે. આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છીએ.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ રિકવરી છે. પોલીસ તેને મોટી સફળતા માની રહી છે. રિપોર્ટ અનુસાર આ સપ્લાય પાછળ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ કામ કરી રહ્યું છે. પોલીસ હવે આ અંગે માહિતી મેળવી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધીની આ સૌથી મોટી કોકેઈન જપ્તી છે. કોકેઈન એ એક ડ્રગ છે જેનો ઉપયોગ હાઈ પ્રોફાઈલ પાર્ટીઓમાં થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement