ગોંડલમાં કરિયાણાની દુકાનમાં 50 હજારની લૂંટ: પૂર્વ કર્મચારી ઝડપાયો, એક ફરાર
ગોંડલના ગુંદાળા ચોકડી પાસે કરીયાણાની દુકાનમાં છરી સાથે ધસી આવેલા પુર્વ કર્મચારી સહીત બે શખ્સોએ 50 હજાર રોકડની લુંટ ચલાવી હતી. વેપારીએ હિમ્મત દાખવી એકને ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો. જયારે એક શખ્સ નાસી છુટયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળારોડ ડેકોરા સીટીમાં રહેતા અને ગુંદાળા ચોકડી પર જલારામ આલુ ભંડાર નામે કરીયાણાની દુકાન ચલાવતા જીજ્ઞેશભાઇ તનસુખભાઇ બગડાઇ સાંજે સાત નાં સુમારે પોતાનાં પુત્ર કરણ પેઢીનું એકાઉન્ટ સંભાળતા રવિભાઈ સવાણી અને દુકાન માં કામ કરતા અન્ય લોકો સાથે માલસ્ટોકનું મેળવણું કરી રહ્યા હતા.ત્યારે દુકાન નાં પાછલા બારણેથી ધસી આવેલા બુકાનીધારી બે શખ્સોએ કરણ નાં ગળે છરી અડાળી ટેબલનાં ખાનામાં પડેલા પૈસાની માંગ કરી હતી.દરમિયાન એક શખ્સે ટેબલનું ખાનુ ખોલી તેમા પડેલા રોકડ પચાસ હજાર ની લુંટ કરી હતી.
દરમિયાન જીજ્ઞેશભાઇએ બન્ને શખ્સોનો સામનો કરતા રુપીયા લઈ એક શખ્સ નાશી છુટ્યો હતો.જ્યારે બીજા શખ્સ ને પકડી લઇ બુકાની હટાવતા તે ભગવતપરામાં રહેતો સાહીલ હોય તેને બેસાડી દઇ પોલીસ ને જાણ કરી હતી. જપાજપીમાં જીજ્ઞેશભાઇ ને કપાળ તથા હાથનાં અંગુઠા પર છરીની ઇજા થઇ હતી.દરમિયાન આસપાસ નાં વેપારીઓ પણ એકઠાં થઇ ગયા હતા.
સાહીલ એકવર્ષ પહેલા જીજ્ઞેશભાઇ ની દુકાન માં કામ કરતો હતો. પોલીસે સાહીલ ને પકડી તેની સાથેનાં લુંટ કરી નાશી છુટેલા શખ્સ ની શોધખોળ શરુ કરી ગણતરીની કલાકોમાં જ ઇનાયત કુરેશી રહે. વોરાકોટડા રોડ વાળાને ઝડપી લીધો હતો અને રૂૂપિયા 49,500 કબજે કર્યા હતા.ઇનાયત અગાઉ ગોંડલ અને જેતપુર પોલીસ નાં ચોપડે ચડી ચુક્યોછે.