For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી તબીબ સાથે 50 લાખની ઠગાઇ

11:49 AM Aug 14, 2024 IST | Bhumika
ભાવનગરમાં શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી તબીબ સાથે 50 લાખની ઠગાઇ
Advertisement

નાણા વિડ્રોની રિકવેસ્ટ મોકલતા ટેકસ અને ચાર્જના બહાને વધુ નાણાની માગણી કરી: ધડાધડ 17 ટ્રાન્ઝેકશન થયા

Advertisement

કાળાનાળા પર આવેલી હોસ્પિટલના ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ તબિબ સાથે ગઠીયાઓએ સેર બજારમાં રોકાણના બહાને રૂૂા.50,89,000ની છેતરપિંડી કરતા આ બનાવ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે. કાળાનાળા પર આવેલી વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલના ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો.રાજીવ મનહરલાલ ધંધુકીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જુન મહિનામાં તેમણે સોશ્યલ મિડીયામાં શેર બજારને લગતી જાહેરાત જોતા તેમાં જે લીંક આપવામાં આવેલી હતી તેના મારફતે તેમણે અ335 (morgan jm join profit plan)નામનું ગૃપ જોઇન કર્યું હતું.

તબિબના જણાવ્યા પ્રમાણે આ ગૃપમાં શેર બજાર અંગે ટીપ્સ આપવામાં આવતી હતી અને સેર માર્કેટના ન્યૂઝ પણ આપવામાં આવતા હતા. દરમિયાનમાં ગૃપમાં અઉંજખ7 નામની એપ્લીકેશનની લીંક મુકવામાં આવતાં તેમણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યાર બાદ જે વેબા સાઇટનું નામ જણાવવામાં આવ્યું હતું તેમાં ફરિયાદીએ પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું.

આરોપીઓ ગૃપના સભ્યોને શેર બજારમાં સારો નફો થશે અને ઓછા ભાવે સ્ટોક મળશે તેમજ આઇપીઓ પણ લાગશે તેવી લાલચ આપતા હતા. જ્યારે પણ સ્ટોકની ખરીદી કરવામાં આવે ત્યારે તેની રકમ ગઠીયાઓએ જણાવેલા એકાઉન્ટમાં જમા કરાવવાની હતી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે શરૂૂઆતમાં વિડ્રોઅલ આપવામાં આવતાં તેમને ભરોસો બેઠો હતો.

ત્યાર બાદ તેમણે અલગ અલગ 17 ટ્રાન્ઝેકશન દ્વારા બેંક એકાઉન્ટમાં રૂૂા.50,89,000 જમા કરાવ્યા હતા. જો કે, ત્યાર બાદ ફરિયાદીએ વિડ્રો માટેની રિકવેસ્ટ મોકલતા ભેજાબાજ ગઠીયાઓએ વિડ્રોઅલની સામે ટેક્સ તેમજ વિવિધ ચાર્જીસ ચૂકવવા પડશે તેમ જણાવી વધુ નાણાની ડિમાન્ડ કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા ફરિયાદીએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement