રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના યુવાનને ઓનલાઈન ટાસ્કમાં કમાણીની લાલચ આપી 50.89 લાખની છેતરપિંડી

12:43 PM Oct 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શરૂઆતમાં થોડી રકમ આપ્યા બાદ મોટી રકમ ટ્રાન્સફર કરાવી રિફંડ આપવાનું બંધ કરી દીધું

રાજકોટમાં રહેતા યુવાનને ઠગ ટોળકીએ ઓનલાઈન ટાસ્કમાં મોટી કમાણીની લાલચ આપી શરૂૂઆતમાં થોડી રકમ રિફંડ પેટે આપી રૂૂ.50.89 લાખ ખંખેરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટના મોરબી રોડ પરની રાજલક્ષ્મી એવન્યુ સોસાયટીમાં રહેતા જયમીન ચમનભાઈ પરસાણા (ઉ.વ.30)એ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જયમીન પરસાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી સોશિયલ મીડિયામાં મેસેજ આવ્યો હતો અને તેમાં મેસેજ કરનાર શખ્સે પોતાની ઓળખ ગૂગલમાંથી વાત કરતા હોવાનું કહી સાઈડ ઈન્કમ મેળવવા માગતા હોય તો ટાસ્ક મુજબ કામ કરવાથી કમાણી થશે તેમ કહ્યું હતું. જયમીનને ઓફર આકર્ષક લાગતા તેણે ઇચ્છા વ્યક્ત કરતા તે શખ્સે એક લિંક મોકલી હતી. લિંક ઓપન કરતા એક રિવ્યૂનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. જે પૂરો કરતા જયમીનને એક રિવ્યૂના 50 મળી 3 રિવ્યૂના 150 આપવામાં આવ્યા હતા. બાદમાં મોટા ટાસ્ક માટે રકમ જમા કરાવવાનું કહેતા જયમીને રૂૂ.1 હજાર ટ્રાન્સફર કરતા તેને લિંક મોકલવામાં આવી હતી અને રૂૂ.1 હજારના બદલામાં રૂૂ.1500 રિફંડ અપાયું હતું.

ત્યારબાદ યુવકે રૂૂ.3500 ટ્રાન્સફર કર્યા હતા જેના બદલામાં તેને રૂૂ.5850 રિફંડઅપાયું હતું જેથી જયમીનને વિશ્વાસ બેસતા તે વધુ ને વધુ રકમ ટ્રાન્સફર કરવા લાગ્યો હતો અને કટકે કટકે રૂૂ.50,89,984 ટ્રાન્સફર કર્યા હતા.
બાદમાં રિફંડ આપવાનું બંધ કરી દેવાયું હતું. જયમીને પોતે આપેલી રકમ પરત માગતા વધુ રકમની માંગ કરાતા જયમીનને પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થયું હતું. આ મામલે જયમીને પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

Tags :
crimefraudgujaratgujarat newsonline tasksrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement