25 હજારમાં બોર્ડર ક્રોસ કરી 5 મહિલા દ્વારકા પહોંચી ગઇ
બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદે ભારતમાં ઘુસણખોરી કરી દ્વારકા આવી ગયેલ પાંચ બાંગ્લાદેશી મહિલાઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. ટીમે દ્વારકાના રૂૂપેણ બંદર નજીકથી પકડી પાડી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા ટીમ તેમજ મહિલા પોલીસ કર્મચારીની ટીમે આજરોજ દ્વારકાના રૂૂપેણ બંદર સામે રૂૂક્ષ્મણી મંદિરના પાછળના વિસ્તારમાં આવેલ રોડ પર વસેલ ઝુપડપટ્ટી વિસ્તારમાંથી પાંચ શંકાસ્પદ મહિલાઓ મળી આવતા પૂછપરછમાં બાંગ્લાદેશથી આવેલ હોવાના અને બાંગ્લાદેશી નાગરીક હોવાની કબૂલાત આપેલ. ભારતમાં પ્રવેશ અંગે પાસપોર્ટ તથા વીઝા તથા અન્ય દસ્તાવેજી પૂરાવા માંગતા તેઓ પાસે કોઈ જ દસ્તાવેજ નહિં હોવાનું જણાવેલ. દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. ટીમે (1) રૂૂબી ડો.ઓફ પોનુ ખાં સોનુ ખાં, વા.ઓફ મોનન હસન આલી, મુસ્લીમ, ઉ.વ.35, (ર) સાદીયા ઉર્ફે શીતલબેન ડો.ઓફ શુકુર ઈશાકભાઈ સેખ, વા.ઓ.મીનેશ રોહિતભાઈ સોની, મુસ્લીમ, ઉ.વ.ર6, (3) સુમી ઉર્ફે રીયા ડો.ઓફ રોબી કાદરભાઈ શેખ વા.ઓફ ખોરસદ ગુયે શેખ, મુસ્લીમ, ઉ.વ.35,(4) ખાલીદા ઉર્ફે નઝમાબેબી ડો.ઓફ મહંમદઅલી રજબઅલી વા.ઓફ અબ્દુલા કાદર રાણા, મુસ્લીમ, ઉ.વ.33, (5) રૂૂબી ડો.ઓફ રોબી કાદરભાઈ શેક, વા.ઓફ રિદય બબલુ બગડીયા, મુસ્લીમ ઉ.વ.3પ નામની પાંચેય મહિલાઓને તેઓના મોબાઈલ ફોનમાંથી બાંગ્લાદેશી દસ્તાવેજના ફોટાઓ તથા બાંગ્લાદેશી મોબાઈલ નંબર્સ મળી આવેલ જેથી તમામ મહિલાઓને વધુ પુછપરછ હેતુ તાત્કાલીક ડીટેઈન કરી રીસ્ટ્રીકશન હેઠળ રાખવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ મહિલાઓએ બાંગ્લાદેશના વિવિધ એજન્ટ્સની મદદથી બાંગ્લા-પશ્ચિમ બંગાળ સરહદની ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈ ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરેલ જેના માટે રૂૂપિયા રપ,000 જેટલી રકમ આપવામાં આવેલ. આવા એજન્ટ્સ સરહદ પર આવેલ નદી અને દરીયાઈ ખાડીનો ઉપયોગ કરી ભારતમાં ઘુસણખોરી કરાવે છે જેમાં ખાસ કરીને બાંગ્લાદેશના જેશોરથી ભારતના બાંગા વચ્ચે આવેલ નદીનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. આવા ઘુસણખોરોને ભારતમાં પ્રવેશ્યા બાદ અગાઉથી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓની મદદથી અલગ અલગ ભાગમાં વસવાટ કરવામાં આવે છે અને ભારતમાં રહેલ બાંગ્લાદેશી અને અમૂક ચોકકસ લોકો દ્વારા છુટક મજૂરી કામ તેમજ રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત કાયમી વસવાટ કરી શકે તે માટે ભારતના નાગરીક સાથે લગ્ન કરી અન્ય ભારતીય નામ ધારણ કરી લેવાય છે. અમૂક મહિલાઓ અંદાજિત છેલ્લા 7 થી 10 વર્ષથી ભારતમાં વસવાટ કરેલ છે તેવું પણ ધ્યાનમાં આવેલ છે. છુટક મજૂરી દ્વારા કમાયેલ રકમ પશ્ચિમ બંગાળના એજન્ટને ઓનલાઈન અથવા બેંક મારફતે મોકલી આપવામાં અવો છે જે રકમથી એજન્ટ પોતાનું કમીશન લઈ બાકીની રકમ બાંગ્લાદેશી બોર્ડર મારફતે બાંગ્લાદેશમાં રહેતા તેમના પરિવારજનોને મોકલી આપવામાં આવે છે તેવું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.