સદરબજારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા: 3 ફરાર
પોલીસે દરોડો પાડી રૂા. 3880ની રોકડ કબજે કરી
શહેરના સદરબજારમાં જાહેરમાં ચાલતા ઘોડીપાસાના પાટલા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને રૂા. 3880ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતાં. જ્યારે જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ આઈ.એ.બેલીમ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન સદરબજારમાં જુમા મસ્જીદ પાસે જાહેરમાં ઘોડીપાસાનો પાટલો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી જેમાં પોલીસે આરોપી આસીફ યુસુફભાઈ બ્લોચ, અબ્બાસ પીરુભાઈ બેલીમ, નિયામત મુખ્યાતર હુસેન, મુકેશ દેવજીભાઈ ઝીંઝવાડિયા અને મહમદ હુસેન, મુકેશ દેવજીભાઈ ઝીંઝુવાડિયા અને મહમદ હુસેન કાદરીને ઝડપી પાડી રૂા. 3880ની રોકડ કબ્જે કરી હતી. જ્યારે દરોડા દરમિયાન આરોપી તસ્લીમ ઉર્ફે તલ્લો મેમણ, સબીર અમીનભાઈ પાટકી અને રફીક અબુભાઈ ચૌહાણ નાશી છુટતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.