49 લોકો સાથે IPOમાં રોકાણના બહાને 4.46 કરોડની ઠગાઇ
રાજકોટના સાંમા કાઠા વિસ્તારમાં રહેતા ગઠિયાએ આઇપીઓમાં રોકાણ કરવાના બહાને 49 લોકો સાથે રૂૂ.4.46 કરોડની છેંતરપિંડી કર્યાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા તપાસ હાથધરી છે. ત્રણેક વર્ષ પહેલા લોકોને પરિચીત બનાવી કુવાડવા રોડ પર જુના જકાતનાકા પાસે શિવપરામાં રહેતા ગઠિયાએ ત્રણેક વર્ષ પહેલા પરિચીતો સાથે ગ્રુપ નાવી રોકાણ કરાવી સારુ એવુ વળતર આપ્યુ હોય રાજકોટ, ગોંડલ, બોટાદ, જુનાગઢ, અમદાવાદ અને મુંબઈ સહિતના લોકો લાલચમાં આવી જતા શિકાર બનાવ્યા હોવાનું બહાર આવ્યુ હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રામેશ્વરપાર્કમાં રહેતા અને કિચનવેરનો વેપાર કરતા કલ્પેશભાઈ દિનેશભાઈ બુસાએ શિવપરામાં રહેતો રોહિત રમેશભાઈ રોરિયા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યુ હતું કે, અગાઉ તેના મિત્ર કૌશિકભાઈ સોનેજીએ તેને કહ્યુ હતું કે, રોહિતભાઈ રોરિયા પાસે આઇપીઓ ભરવાથી સારુ વળતર મળતું હોય જેથી તેને કૌશિકભાઈ મારફતે રોહિતભાઈ સાથે આઇપીઓ ભરવા અને રોકાણ કરવા માટે તા.6/5/24ના રોજ ફોનમાં વાત કરી હતી અને તેના ઘર પાસે બોલાવતા તેની સાથે મુલાકાત થઈ હતી.
ત્યાર બાદ રોહિતભાઈએ સારા વળતરની લાલચ આપતા તેને તા.9/5/24ના રોજ રૂૂ.48,500 તેના ખાતામાં આપ્યા હતા અને તેમાં સારુ વળતર મળતા કટકે કટકે મળી કુલ રૂૂ.15.21 લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ કલ્પેશભાઈની પત્નીએ પણ રોકાણ કરવાના બહોને રૂૂ.12 લાખ બેંક ખાતામાં જમા કર્યા હતા. જેમાં રોહિતભાઈએ રૂૂ.7.33 લાખ બેંક મારફતે પરત આપ્યા હતા અને રૂૂ.4.72 લાખ પરત આપ્યા ન હતા. અને થોડા મહિનાઓ બાદ વળતર આપવાનું બંધ કરી દેતા રોહિતભાઈ નો કોન્ટેક કર્યો હતો પરંતુ તે ફોન ઉપાડતા ન હોય તેના મિત્ર કૌશિકભાઈ સોનેજીને ફોન કરતા તેને જણાવ્યુ હતું કે રોહિત રોરિયા તમારા સહિત કેટલાક લોકોના રૂૂપિયા લઈ છેતરપિંડી કરી નાસી ગયો છે.
જેથી તેને તપાસ કરતા રોહિતે રાજકોટ ઉપરાંત ગોંડલ, કોટડાસાંગાણી, જુનાગઢ, બોટાદ, જામનગર, અમદાવાદ, મુંબઈ સહિતના 49 લોકો સાથે રૂૂ.4.46 કરોડની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળતા પી.આઈ. એચ.એન. પટેલ સહિતના સ્ટાફે કલ્પેશભાઈ બુસાની ફરિયાદ પરથી તપાસ કરતા આરોપી શિવપરામાં રહેતો રોહિત રમેશભાઈ રોરિયાએ છેલ્લા ત્રણેક વર્ષથી લોકોને પરિચીત બનાવી આઇપીઓમાં રોકાણ કરી સારુ વળતર આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ વ્હોટ્સએપમાં ગ્રુપ બનાવી 100થી વધુ લોકોને શિકાર બનાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે હાલ ફરિયાદ કરવા આવેલા 49 લોકોની ફરિયાદ પરથી રોહિત સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથધરી છે.