ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

40 યુવાનોને નોકરીની લાલચે થાઈલેન્ડ બોલાવી મ્યાનમારમાં બંધક બનાવાયા

05:02 PM Sep 01, 2025 IST | Bhumika
Advertisement

થાઈલેન્ડ લઈ જઈ કપટપૂર્વક મ્યાનમારની ચીની સાયબર ફ્રોડ આચરતી ગેંગને સોંપી દીધા

Advertisement

માનવ તસ્કરીના રેકેટમાં ગોંડલના શખ્સ સહિત 3ની ધરપકડ, 12 શખ્સોની ટોળકીની સંડોવણી

સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના 40 યુવાનોને થાઈલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાને ઇરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં આ યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઇડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી.
આ મામલે સુરત સાયબર ક્રાઈમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે પંજાબના પટિયાલાના ઝિરકપુર ખાતેથી બે અને સુરતના ડિંડોલીથી એક મળીને ત્રણને પોલીસે ઝડપી લીધા છે. ભારતના અલગ અલગ રાજ્ય જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે. રાજ્યોમાંથી કુલ 40 યુવાનોને આ રીતે થાઈલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 જણાની સંડોવણી હોવાનું પણ જણાયું છે. છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સુરત સાયબર ક્રાઇમ સેલના વાયરલેસ પી.એસ.આઈ એ.આર.રાણપરીયાને એક-બે મોબાઈલ નંબરોની માહિતી મળી હતી. જેમાં એવી હકીકત જણાઈ હતી કે, આ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરનારા એક મોટું ઇન્ટરનેશનલ રેકેટ ચલાવી રહ્યાં છે. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને બીજા અન્ય દેશોના યુવાનોને થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપીને પહેલાં થાઈલેન્ડ લઈ જવામાં આવતા હતા. ત્યાંથી નદી ક્રોસ કરાવીને મ્યાનમાર અને કમ્બોડિયામાં ગેરકાયદેસર રીતે અટકાયત કરીને જે પણ યુવાનોને લઇ આવ્યા હોય તેના ફેસબુક આઈ.ડી. તેમજ ઈન્સ્ટગ્રામ આઈ.ડી. બનાવીને એક કોલ સેન્ટરમાં લઈ જઈને બાદમાં અલગ અલગ દેશ અને ભારતમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટના નામે ફોન કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી.

પોલીસે જાણવાજોગ નોંધ કરી આ બાબતના આધારે પંજાબ પહોંચ્યા હતા. પંજાબના પટિયાલા ખાતેના ઝિરકપુરના વી.આઈ.પી.રોડ પેન્ટા હાઉસમાં રેડ કરી હતી અને ત્યાંથી રેકેટ માટે યુવાનોને તૈયાર કરનાર નીપેન્દર ઉર્ફે નીરવ લવકુશ ચૌધરી અને પ્રીત રસિકલાલ કમાણી (મૂળ રહે. હેપ્પી હોમ પાર્ક, ન્યુ માર્કેટ યાર્ડની પાસે, ગોંડલ, રાજકોટ)ને ઝડપી લીધા હતા. નીપેન્દર ઉર્ફે નીરવ લવકુશ ચૌધરી ચાઈનીઝ કંપનીમાં એચઆર તરીકે કામ કરે છે.

આ બનેની પૂછપરછમાં ઘણી હકીકત પોલીસને જાણવા મળી હતી. જેમાં પાકિસ્તાની એજન્ટ એલેક્ષ અને બીજા મળીને કુલ 12 જણા ભેગા મળીને આ રેકેટ ચલાવે છે. આ તમામ ચાઈનિઝ કંપનીના એજન્ટ તરીકે કામ કરે છે અને ભારત અને અન્ય દેશોમાંથી યુવાનોને તૈયાર કરવાનું કામ કરે છે. નિપેન્દરને એક માણસને થાઇલેન્ડથી મ્યાનમાર મોકલવા માટે વ્યક્તિ દીઠ 3000 ઞજઉઝ એટલે કે 3 લાખ રૂૂપિયા કમિશન ટ્રસ્ટ વોલેટમાં મળતું હતું. આરોપી પ્રીત કમાણી વિવેક ભાતું નામના વ્યક્તિ મારફતે ટુરિસ્ટ વિઝા પર થાઈલેન્ડ ગયો હતો અને ત્યાંથી નદી ક્રોસ કરાવીને તેને મ્યાનમાર લઈ જવાયો હતો અને ત્યાં તેની પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતું હતું. તેને ઈંગ્લીશ બોલવામાં તકલીફ પડતા તેને એવી ફરજ પાડવામાં આવી હતી કે, તારે બદલે બીજો એક માણસને તારે લઈ આવવો પડશે અને પ્રીતએ મિત્ર રજનીશ બન્નાને મોકલ્યો હતો.

આશિષ રાણાના હસ્તક પણ વડોદરાના બે અને સુરતના એક મળીને ત્રણ યુવાનોને મોકલવામાં આવ્યા હતા. આશિષ રાણાને 37,000 કમિશન પણ મળ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નીપેંદર ઉર્ફે નીરવ, પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આરોપીઓ વ્યક્તિ દીઠ 40થી 50 હજારનું કમિશન લેતા
પાકિસ્તાની એજન્ટ એલેક્ષ માટે પ્રીત કમાણી અને નીપેન્દર ઉર્ફે નીરવ ચૌધરીએ ચાઇનીઝ કંપની માટે કોલર તરીકે નોકરી માટે યુવાનો તૈયાર કરવાનું કામ શરૂૂ કરી દીધું હતું. જેમાં એક વ્યક્તિ દીઠ 40થી 50 હજાર રૂૂપિયા કમિશન આપવામાં આવતું હતું. જેમાં અડાજણ અને વડોદરાના મળીને 7 યુવાનોને મોકલવામાં આવ્યા હતા. પ્રીત અને નીપેંદર ઉર્ફે નીરવની પૂછપરછમાં ડિંડોલીના ખરવાસા રોડ પર સાઈ વિલા રેસિડેન્સીમાં રહેતા અને મૂળ ગોલવાડ તા.વ્યારાના વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણાની પણ ધરપકડ કરી હતી.

Tags :
crimegujaratgujarat newsMyanmarsuratsurat news
Advertisement
Next Article
Advertisement