મેંદરડામાં વાડીમાં જુગાર રમતા 40 ઇસમો ઝડપાયા
વાહનો-રોકડ સહિત રૂા.19.64 લાખનો મુદ્દામાલ કબજે
જૂનાગઢ મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં ચાલતા એક મોટા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કુલ 40 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી રોકડા રૂૂપિયા, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ.19,64,090 જપ્ત કર્યો છે.
પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મેંદરડાના સામાકાંઠા વાડી વિસ્તારમાં રહેતા લવ મહેશભાઈ સોલંકી અને ઉત્સવ હમીરભાઈ બાલાસરા તેમના ખેતરના ગોડાઉનમાં બહારથી માણસોને બોલાવી જુગારનો અખાડો ચલાવી રહ્યા છે. આ લોકો તીનપત્તીનો જુગાર રમાડી આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી રહ્યા હતા.
ક્રાઈમ બ્રાંચની ટીમે એક કિલોમીટર જેટલું ચાલીને વાડીને ચારેબાજુથી કોર્ડન કરી દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન જુગાર રમતા કુલ 40 ઈસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂૂ. 2,01,090 રોકડા, 33 મોબાઈલ ફોન, 23 મોટરસાયકલ અને 1 ફોર વ્હીલર સહિત કુલ રૂૂ.19,64,090 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે આ તમામ 40 આરોપીઓ વિરુદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ આરોપીઓમાં લવ મહેશભાઈ સોલંકી અને ઉત્સવ હમીરભાઈ બાલાસરા સહિત મેંદરડા, જૂનાગઢ અને આસપાસના ગામોના લોકોનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ તથા પીએસઆઇ. પી.કે.ગઢવી તથા એ.એસ.આઈ સામતભાઈ બારીયા, યશપાલસિંહ જાડેજા, વિજયભાઈ બડવા, નિકુલ એમ.પટેલ તથા પો.હેડ કોન્સ. જીતેષ મારૂૂ, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. ચેતનસંહ સોલંકી, ભુપસિંહ સિસોદીયા, દિપકભાઈ બડવા તથા ડ્રા.પો.કોન્સ. વનરાજભાઈ ચાવડા, જયેશભાઈ બામણીયા એ રીતેના ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.