ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માલધારી ફાટક પાસે ગોડાઉનમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

05:00 PM Mar 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

શહેરની ભાગોળે ઢેબર રોડ પર માલધારી ફાટક નજીક ગોડાઉનમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે ગોંડલ રોડ પર ઘોડીપાસાનો જુગાર રમતા 3ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઇ એમ.જે. હુણ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ઢેબર રોડ પર રિદ્ધિ સિદ્ધિના નાલા પાસે માલધારી ફાટક પાસે યમુનાજી ડાયનીંગ હોલ પર આવેલા ગોડાઉનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતા. જેમાં અશ્વિન રમેશભાઈ સિદ્ધપરા (રહે.સહજાનંદનગર ફોર્ચ્યુન હોટલ પાછળ), શ્રીકાંત ત્રિભુવનભાઈ દાવા (રહે. પુનિતનગર, મધુવન સોસાયટી) ધવલ ભગવાનજીભાઈ ડોબરીયા (રહે.રાધાનગર) અને કુલદીપ મનુભાઈ ઢોલરીયા (રહે. પુરુષાર્થ સોસાયટી શેરી નંબર છ) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂૂપિયા 30,500 કબજે કર્યા હતા. પોલીસની તપાસમાં અશ્વિન નામનો શખસ અહીં ગોડાઉનમાં જુગાર રમાડતો હોવાનું ખુલવા પામ્યું છે. બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે ગોંડલ રોડ પાસે ગિરિરાજ ઘુઘરા નજીક જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા લાલસિંહ ઉમેદસિંહ જાદવ, નરેન્દ્ર હસનદાસ ભોજવાણી અને સોનુ ગેંદુભાઈ મરાઠીનો રોકડ રૂા. 480 સાથે ઝડપી લીધા હતાં.

Advertisement

રેસકોર્સ પાસેથી આઇડીમાં સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચ ના એએસઆઈ ચેતનસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.દરમિયાન બાતમીના આધારે રેસકોર્સમાં ફન વર્લ્ડ દિવાલની પાછળ જાહેરમાં મોબાઇલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા સૂરજ રાજેશભાઈ અવાડીયા (ઉ.વ 24 રહે. હંસરાજનગર શેરી નંબર 4 જંકશન રેલવે સ્ટેશન મેઇન રોડ)ને ઝડપી લીધો હતો. પોલીસે મોબાઈલની તપાસ કરતા મોબાઇલમાં આઈડી મારફત નામમ્બિયા નેધરલેન્ડ વચ્ચેની મેચ પર સટ્ટો રમતો હોવાનું માલુમ પડ્યું હતું.આ આઈડી તેને હરીજીતસિંહ ઉર્ફે રાજા જાડેજાએ આપી હોવાનું ખૂલતાં પોલીસે બંને સામે ગુનો નોંધી હરિજીતસિંહને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement