પેપર લીક થવાના કૌભાંડમાં પારેખ ટ્યુશન કલાસીસના સંચાલક સહિત 4 નિર્દોષ મુકત
રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટી.વાય. બીકોમનુ એકાઉન્ટનુ પેપર લીક થયાના કેસમાં સંડોવાયેલા પારેખ કલાસીસના સંચાલક વંસત પારેખ સહિતના ચાર આરોપીને અદાલતે નિર્દોષ મુક્ત મરતો હુકમ કર્યો છે. જ્યારે એક આરોપીનું અવસાન થતાં તેની સામેનો કેસ એબેટ થયો છે.
આ કેસની હકીકત રાજકોટ ખાતે 23/4/2001 ના ટી.વાય.બીકોમના અકાઉન્ટન વિષયની પરીક્ષા હતી. જે પેપરની પરીક્ષાના સમય પહેલા ખ્યાતનામ અખબાર દ્વારા સોરાષ્ટ્ર યુનિર્વસીટીને ફેકસ કરી પ્રશ્ન પેપરના પાના નં. 8 અને 9 અગ્રેજી માધ્યમમા ફુટી ગયા અંગેની જાણ કરી હતી. જેની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતી અને પરીષ વિભાગ નં.3ના વિભાગીય અધિકારી પરસોતમ હિરજીભાઈ બારૈયાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસ તપાસમાં આ પ્રશ્ન પેપર રાજકોટ ખાતે આવેલ જસાણી કોલેજમાથી ફૂટ્યું હોવાનું ખુલતા પારેખ ટયુશન કલાસીસના સંચાલક વસંતભાઈ રમણીકલાલ, તેમના મદદનીશ ચિરાગ મુકુંદભાઈ પારેખ, ટયુશન કલાસીસના ટીચર અને જસાણી કોલેજ માં ટી.વાય. બી.કોમ. પરીક્ષામાં ફેકટોટોમ સુપરવાઈઝર તરીકે નિમણુંક પામેલ રાજીવ ભાષ્કરભાઈ દવે, જસાણી કોલેજમાં સુપરવાઈઝર તરીકે નિમણુંક પામેલ ભારતીબેન કિશોરભાઈ લહેરુ અને જસાણી કોલેજમાં યુની. તરફથી ચીફ સીનીયર સુપરવાઈઝર બાનુબેન તાહેરઅલી વોરાની સંડોવણી ખુલી હતી. જેમાં પારેખ કલાસીસના વિધાર્થી અને અને ભારતીબેન લહેરુના ટી.વાય.બી. કોમ.માં અભ્યાસ કરતા પુત્રના આર્થીક લાભ માટે યુની.ના શીલબંધ પેપર નિયમ મુજબ કાર્યવાહી ન કરી અને તે સમય કરતા ઘણા વહેલા શીલ તોડી, પેપરો કાઢી લઈ, પેપરો લાગતા વળગતી જગ્યાએ અગાઉથી પહોંચતા કરી, કલાસીસના વિધાર્થીઓને તેમજ સગાઓને પહોંચાડી સરકારી નોકરીયાત અને નિમેલ એજન્ટોએ વિશ્વાસધાત કરી અગત્યના દસ્તાવેજ પેપરોની ઠગાઈ તથા ચોરી કરી, તે મુદામાલ કબજામાં રાખી, અસલ દસ્તાવેજના પેપરોની નકલો બનાવી, તેનો પોતાના હીત તથા લાભાર્થે ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોવાનું પ્રકાશમાં આવતા તપાસના અંતે હાલના આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી ની કલમો 406, 409, 420, 495, 411, 379, 120બી મુજબ ગુનાનું ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી બાનુબેન તાહેરઅલી વોરાનું અવસાન થતાં તેમની સામેનો કેસ એબેટ થયો હતો. બાદમાં જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆતો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ તમામ આરોપીને નિદોર્ષ જાહેર કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ ભાવિનભાઈ દફતરી, પથીકભાઈ દફતરી, દુર્ગેશ જી. ધનકાણી, વીજય સીતાપરા, વીવેક સોજીત્રા, પ્રદીપ બોરીચા, દિવ્યાબા વાળા, જેનીશ સરધારા અને સંજયભાઈ કાટોળીયા રોકાયા હતા.