For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટંકારાના ઝહરા ફાર્મ હાઉસની ઓરડીમાં જુગાર રમતા 4 ઝડપાયા

12:12 PM Aug 13, 2025 IST | Bhumika
ટંકારાના ઝહરા ફાર્મ હાઉસની ઓરડીમાં જુગાર રમતા 4 ઝડપાયા

ટંકારા ગામની સીમમાં આવેલ આરોપીના કબ્જા ભોગવટા વાળા ઝહરા ફાર્મ હાઉસની મજુરની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

Advertisement

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા ગામની સીમમાં બારનાલાથી ભરડીયા તરફ જતા કાચા રસ્તે આરોપી કાસમભાઈ ભાણુના કબ્જા ભોગવટા વાળા ઝહરા ફાર્મ હાઉસની મજુરની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો કાસમભાઇ અબ્દુલભાઇ ભાણુ (ઉ.વ. 53) રહે. કલ્યાણપર તા.ટંકારા જી.મોરબી, કિશોરભાઇ જેરાજભાઇ દેત્રોજા (ઉ.વ. 40) રહે. કલ્યાણપર તા.ટંકારા જી.મોરબી, કાદરમિયા જીવામિયા સૈયદ (ઉ.વ. 62) રહે. ટંકારા સંધીવાસ તા.ટંકારા, દીલાવરભાઇ મુસાભાઇ ભાણુ (ઉ.વ. 55) રહે. કલ્યાણપર તા. ટંકારાવાળાને રોકડા રૂૂપિયા 40,500 તથા મોબાઇલ ફોન નંગ -04 કિં રૂૂ્. 15,500 તથા એક્ટીવા વાહન -02 કિં રૂૂ્. 50,000 તથા મોટરસાયકલ -02 કિં રૂૂ. 40,000 મળી કુલ કિં રૂૂ. 1,46,000 નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement