રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢમાંથી ચાઇનીઝ સાયબર માફિયાના 4 સાગરીત ઝડપાયા

02:07 PM Jan 17, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ડિજિટલ એરેસ્ટના નામે રૂપીયા પડાવતી ચાઇનીઝ ગેંગના સાગ્રીતોને અમદાવાદ પોલીસે ઝડપી પાડયા છે. જુનાગઢના એજન્ટોની પણ આ કેસમા સંડોવણી ખુલી હોય જેમા પોલીસે કાર્યવાહી કરી ચાર શખસોની ધરપકડ કરી તપાસ કરતા 14 જેટલા ઠગાઇના ગુનામા આ ચાર શખસોની સંડોવણી હોવાનુ ખુલ્યુ છે. આ ટોળકી ચાઇનીઝ ગેંગને ભાડેથી એકાઉન્ટ પુરા પાડતી હતી.

Advertisement

સોલાનાં એક વેપારીને ડિજિટલ એરેસ્ટ કરીને રૂૂપિયા પડાવ્યા હતા. છેલ્લા 3 વર્ષથી ડિજિટલ અરેસ્ટ સ્કેમ સંડોવાયેલા આરોપીની ધરપકડ કરતાં 14 જેટલા ઠગાઈની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. આરોપી પ્રિન્સ રવીપરા, જૈયમીન ગિરિ ગોસ્વામી, તનવીર મધરા અને શાહીદ મુલતાની ડિજિટલ અરેસ્ટ કેસમા ધરપકડ કરાઈ છે.
આ આરોપીઓ છેતરપિંડી કરવા માટે ચાઇનીઝ ગેંગ બેંક એકાઉન્ટ પ્રોવાઈટ કરાવતા હતા. સોલાના એક વેપારીને મુંબઈના ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી બનીને મની લોન્ડરીંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સ્કાઈપ પર ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને તેમના એકાઉન્ટમાંથી 97 હજાર યુપીઆઇથી ટ્રાન્સફર કરાવ્યા હતા. આ આરોપીએ ઓનલાઇન એક વકીલને સ્કાઈપ ઉપર હાયર કરીને વેપારીની બેંક ડીટેલ્સ મેળવી હતી.આ કેસમાં નાણાં ટ્રાન્સફર થયેલા એકાઉન્ટની પોલીસે તપાસ કરતા એકાઉન્ટ પ્રોવાઈડ કરતા એકાઉન્ટ હોલ્ડર અને ભાડે એકાઉન્ટ લેનાર એજન્ટોની પોલીસ જૂનાગઢથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પથડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડ પ્રિન્સ રવિપરા અને જૈમીનગીરી છે.

આરોપી પ્રિન્સ ચાઇનીઝ નંબરો ધરાવતા પ્રોસેસરોને એકાઉન્ટની વિગતો મોકલી USDT ટ્રાન્સફર કરીને ભાડેથી એકાઉન્ટ મેળવતો હતો. જેની માટે ગૂગલ પર ટ્રાન્સલેટ કરીને ચાઇનીઝ ભાષામાં વાતચીત કરતો હતો. જ્યારે આરોપી જૈમીનગીરી એકાઉન્ટ હોલ્ડરો પાસે એકાઉન્ટ ભાડે લેતો હતો. આ બન્ને આરોપી ઓ 44 વાળા ચાઈનીઝ મોબાઈલ નંબરો ઉપયોગ કરતો હોવાનું ખુલ્યું છે.

આરોપીઓ બાયનાન્સ એપ્લિકેશન તથા ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે પ્રોસેસરોના સંપર્ક કરતો હોવાનું ખુલ્યું છે. સાથો સાથ આરોપીઓ મહિને 5થી 10 હજાર એકાઉન્ટ ભાડે રાખતા હતા. જેમાં બે રીક્ષા ચાલક શાહીલ અને તનવીરનું એકાઉન્ટ ભાડે લીધું હતું. મુખ્ય સૂત્રધાર પ્રિન્સ ભાડે લીધેલા એકાઉન્ટમાં છેતરપિંડીના પૈસા નખાવી USTD ટ્રાન્સફર કરાવી ઊંચા ભાવે વેચી લાભ લેતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી પકડાયેલ ટોળકી ડિજિટલ અરેસ્ટ કરીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે તપાસમાં આરોપીના 14 જેટલા બેન્ક એકાઉન્ટ છેતરપિંડીના ઉપયોગ લેવાયા હોવાનું ખુલ્યું છે. પકડાયેલા આરોપીમાં જૈયમીન ગીરી વિરુદ્ધ પાલનપુર અને મોડાસામાં સાયબર છેતરપિંડીના ગુના નોંધાયા છે. જ્યારે પ્રિન્સ વિરુદ્ધ વડોદરામા ડીજીટલ અરેસ્ટને લઈ ગુનો નોંધાયો છે. પોલીસે બંને આરોપીના મોબાઈલ ફોન કબજે લઈ એફ.એસ.એલમાં મોકલ્યા છે તેમજ વધુ તપાસ તેજ કરી છે.

Tags :
crimeCyber ​​mafiagujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement