શહેરમાં દારૂના 4 દરોડામાં 22 હજારના દારૂ સાથે 4 ઝબ્બે
શહેરમાં ચાર સ્થળે પોલીસે દારૂના દરોડા પાડી 22 હજારના દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસે મવડી પ્લોટમાં નવલનગર શેરી નં.3માંથી મીત સુધીરભાઇ રાજયગુરૂ નામના શખ્સને વિદેશી દારૂની બોટલ નં.6 (કિં.6000) સાથે ઝડપી પાડયો હતો. જયારે બીજા દરોડામાં 150 ફુટ રીંગરોડ પર મવડી ચોકડી ઓવરબ્રીજ નીચેથી નૈમિષ ભરતભાઇ સરમાળી (રે.જલાામ સોસાયટી)ને વિદેશી દારૂની બોટલ નં.3 (કિં.3900) સાથે ઝડપી લીધો હતો.
ત્રીજા દરોડામાં 150 ફુટ રીંગરોડ પર મુંજકા ચોડી પાસેથી યુનિવર્સિટી પોલીસે અમીત ઉર્ફે ચીકુ જીવણભાઇ જંજવાડીયા (રે.જામનગર રોડ, મારૂતીનગર સોસાયટી)ને દારૂની બોટલ નં.9 (કિં.11700) સાથે પકડી પાડયો હતો.
જયારે આજીડેમ પોલીસે કોઠારીયા વિસ્તારમાં રોલેક્ષ રોડ પર લીલાવતી હોલ સામેથી મેહુલ નટવરલાલ દાસણી (રે.જીવરાજ પાક મેઇન રોડ, મવડી)ને દબોચી લઇ તેની પાસેથી બીયરના ટીન નં.2 (કિં.250) કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.