દારૂનું વેચાણ અને સેવન કરતાં 39 શખ્સો નશામાં ઝડપાયા
11:56 AM Mar 19, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
જામનગર પોલીસ દ્વારા ગઈકાલે પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન, પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને દારૂૂના ગેરકાયદેસર વેચાણ અને સેવન કરતા 39 આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ 37 કેસ નોંધ્યા હતા, જેમાં 4 કેસ ઇંગ્લીશ દારૂૂના, 22 કેસ દેશી દારૂૂના અને 11 કેસ દારૂૂ પીધેલા લોકોના હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 69 બોટલ ઇંગ્લીશ દારૂૂ અને 111 લીટર દેશી દારૂૂ જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત રૂૂપિયા 38,300 થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Article
Advertisement