ધોરાજીમાંથી 12.34 લાખનું 36 હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્ત
ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાની ટીમે ધોરાજીમાં એક ગોડાઉનમાથી અંદાજે રૂૂ.12.34 લાખથી વધુ રકમના 36 હજાર કિલો અનાજની 721 બેગમાં બીલ વગરનું શંકાસ્પદ સરકારી અનાજ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપલેટા મામલતદાર શ્રી આર.કે. પંચાલ દ્વારા પકડાયેલા અનાજના જથ્થા બાબતે આગળની તપાસ હાથ ધરતા ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનાઓ પાસે એક શંકાસ્પદ ગોડાઉન બાબતે જાણકારી મળતા પ્રાંત અધિકારી-ધોરાજી, મામલતદાર-ધોરાજી,નાયબ મામલતદાર પુરવઠા તથા મામલતદાર,ધોરાજીની ટીમ દ્વારા 518 બેગ ઘઉં જેની કિંમત 08,28,800 અને 203 બેગ ચોખા જેની કિંમત 04,06,000/- એમ મળી કુલ-721 બેગ અંદાજે 36,000 કિલો અનાજ કે જેની કુલ કિંમત 12,34,800/- નું શંકાસ્પદ સરકારી અનાજ બીલ વગરનું જપ્ત કર્યું છે.આ સિવાય 2 બોલેરો કે જેની અંદાજિત કિંમત 10,00,000 ની થાય છે તે સીઝ કરીને પોલીસને સોંપેલ છે. ગોડાઉન ભાડે રાખનાર માલવિયા મહમદભાઈ જમાલભાઈનું નામ આવતા આગળ કાયદા મુજબ કાર્યવાહી થશે તેમ પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાએ જણાવ્યું હતું.