માળિયા નજીક કારમાંથી વિદેશી દારૂની 321 બોટલો ઝડપાઈ
માળીયા મચ્છુ નદીના પુલ પાસે રોડ ઉપરથી 1-20 ગાડીમાંથી ઇંગ્લીંશ દારૂૂની બોટલો નંગ-321 કિ.રૂૂ.2,20,206/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂૂ. 5,20,206/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. આરોપી કાર ચાલક સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, કચ્છ તરફથી એક ગ્રે કલરની હુન્ડાઇ 1-20 ગાડી નં. ૠઉં-36-ઇ -8119 વાળીમાં પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂૂનો જથ્થો ભરી માળીયા મિંયાણા તરફ આવનાર છે તેવી બાતમી મળેલ હોય જેની જાણ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટફને થતા બાતમીવાળી ગાડીનો પીછો કરતા ગાડી ચાલક પોતાની ગાડી માળીયા મિંયાણા નજીક આવેલ મચ્છુ નદીના પુલ પાસે રેઢી મુકી નાશી ભાગી ગયેલ જે ગાડીમાંથી ઇંગ્લીંશ દારૂૂની બોટલો નંગ-321 કિ.રૂૂ.2,20,206/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂૂ. 5,20,206/-નો મુદામાલ મળી આવતા માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.