વાડામાં ગેરરીતિથી બાંધી રાખેલી 32 ભેંસ, પાડાને છોડાવાયા
જામનગરમાં કાલાવડ નાકા બહાર ગઈકાલે મોડી રાત્રે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી એક વાડા માંથી 32 નંગ જેટલા આબોલ પશુ (નર ભેંસ- પાડા) ને છોડાવી લઈ પાંજરાપોળમાં મોકલી આપ્યા છે, જ્યારે ગેરકાયદે પશુઓને રાખનાર બે શખ્સો સામે પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણું રાખવા અંગે ની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને બન્નેની અટકાયત કરી લીધી છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણ ચોક નજીક બીલાલ શબીરભાઇ શેરજી અને સરફરાજ ઓસમાણ દલ નામના બે આસામીઓ ના ઢોરના વાડામાં ગેરરીતિ આચરી ભેંસ વર્ગ ના પાડાઓને (નર ભેંસ) ને ક્રૂરતા પૂર્વક ગેરરીતિ થી બાંધી રાખ્યા હોવાની બાતમીના આધારે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત પીએસઆઇ રૂૂદ્રસિંહ જાડેજા અને સર્વેલન્સ સ્ક્વોડ ટીમ દ્વારા બન્ને આસામીઓ ને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 32 જેટલા અબોલ જીવ (પાડા) ને આસામી ના વાડા માંથી છોડાવી જામનગર મહાનગર પાલિકા ના સંચાલિત ઢોર ના ડબ્બે ટ્રેક્ટર દ્વારા ખસેડવામાં આવ્યા હતા, અને બન્ને ઇસમો બીલાલ શબીરભાઇ શેરજી અને સરફરાજ ઓસમાણ દલ વિરૂૂદ્ધ એનિમલ એક્ટ તળે કાર્યવાહી કરી ગુન્હો નોંધી અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી થી કાલાવડ નાકા બહાર વિસ્તારમાં બકરી ઈદ જેવા તહેવાર પહેલાં જ આ કાર્યવાહી થતાં ભારે ચકચાર જાગી છે.