બેડીગેઇટ વિસ્તારમાં મકાનમાંથી વિદશી દારૂની 31 બોટલ ઝડપાઇ
12:17 PM Apr 19, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગરના બેડીગેઇટ વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાનમાંથી 31 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે આ દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો.
Advertisement
એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે જામનગર શહેર માં બેડીનાકા પાસે કેવી રોડ ઉપર જાહેર સોચાલય ની સામે રહેતા જગાભાઇ કચરાભાઈ કોળી ના રહેણાંક મકાન ઉપર દરોડો પાડ્યો હતો. આ સમયે તેના મકાન માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂૂ ની અલગ અલગ બ્રાન્ડની 31 નંગ દારૂૂ ની બોટલો ( કિ.રૂૂ. 19,131) મળી આવતા પોલીસે દારૂૂ કબજે કર્યો હતો. આ દરોડા સમયે આરોપી હાજર મળી આવતો ન હતો જેને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
Next Article
Advertisement