રાજકોટમાંથી 2.97 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે 3 શખ્સો ઝડપાયા
સુરેન્દ્રનગરના ત્રણ શખ્સો ગ્રાહક શોધે તે પહેલા જઘૠની ઝપટે ચડી ગયા
રાજકોટ શહેર એસઓજીની ટીમે વધુ એક વખત વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વેચવા આવેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂૂ.2.97 કરોડની કીમતની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) કબજે કરી વધુ પુછપરછ માટે ત્રણેય શખ્સોને વન વિભાગના હવાલે કર્યા છે.
રાજકોટ શહેર આજુ બાજુ દરીયાઇ વિસ્તાર આવેલ હોય જેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમો ભંગ કરનાર ઉપર વોચ રાખી તેમની વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના પોલીસ અધિકરીઓની સુચનાને પગલે દરીયાઇ વિસ્તાર તેમજ દરીયાઇ વિસ્તાર વન્યપ્રાણી સંરક્ષણ અનિનિયમ અનુસુચચમાં સંરચક્ષત જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવ્રુતી છેલ્લા ઘણા સમયથી વધી રહી છે. ત્યારે એસઓજીની ટીમે આવી ગેરકાયદેસર પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી હતી ત્યારે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ત્રણ શખસો વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વેચવા આવ્યા છે.
જેના આધારે રાજકોટના શાસ્ત્રી મેદાન સામે હોટલ કે રોજ પાસેથી સુરેન્દ્રનગરના દાળમિલ રોડ ઉપર રહેતા નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, સુરેન્દ્રનગરના રતનપરના જય સોસાયટી તારામણી કોમ્પ્લેક્ષ પાછળ પરેશભાઇ ચંદ્રકાંતભાઇ શાહ (ઉ.વ.66), આઇ.સી.આઇ બેંકમા નોકરી કરતા સુરેન્દ્રનગર નવા જંક્શન રોડ 4/7 વિવેકાનંદ સોસાયટીમાં રહેતા આશીષભાઇ સુરેશભાઇ ભટ્ટ (ઉ.વ.48)ની ધરપકડ કરી રૂૂ. 2,96,30,000ની કીમતની 2.963 કિલો શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) તેમજ કાર સહીત રૂૂ.2.97 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ વ્હેલ માછલી ઉલ્ટીની કિંમત બહુ ઉંચી હોવાનું જણાવતા હોય અને તેનું વેચાણ કરવા ગ્રાહકો શોધખોળ કરતા હતા ત્યારે એસઓજીએ ઝડપી લીધા હતા. આ મામલે આગળની તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય વધુ તપાસ અર્થે રાજકોટવનવિભાગના અધિકારીને સોપેલ છે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પી. આઈ એસ. એમ. જાડેજા, પીએસ આઈ એસ. બી. ધાસુરા, ફીરોઝ ભાઇ શેખ, અમિતકુમાર ટુંડીયા, રવિરાજ ધગલ અને કિશોરભાઇ ઘુઘલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.