ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતના સામે 3 કરોડની ઠગાઈની ફરિયાદ

11:53 AM Aug 30, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મંદિર અને ગૌશાળા માટે દહેગામના લીંબ ગામે 510 વીઘા જમીન ખરીદવાના નામે રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી ઠગાઈનો ભોગ બન્યા

ઠગ ટોળકીએ ફરિયાદીને દુબઈ બોલાવી બે દાતા સાથે ઓળખાણ કરાવી : જમીનનું સાટાખત થતાં પૈસા આપવા બહાના બતાવ્યા : આઠ શખ્સો સામે ગુનો નોંધાયો

સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની ટોળકીએ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે રૂૂા. 3.04 કરોડની છેતરપીંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેની તપાસ ઈઓડબલ્યુને સોંપવામાં આવી છે. વધુ વિગતો મુજબ,નવલનગર શેરી નં.3માં રહેતાં જસ્મીનભાઈ બાલાશંકરભાઈ માઢક (ઉ.વ. 45)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ભક્તિનગર સર્કલના મેઘાણી રંગભવનના પહેલા માળે મિત્ર જય કિશોરભાઈ મોલીયા સાથે ભાગીદારીમાં જમીન લે-વેચનું કામ કરે છે.તેણે પોલીસને જણાવ્યું કે બે વર્ષ પહેલાં સુરતમાં સેક્ધડ હેન્ડ કાર લેવા જતાં ઓટો બ્રોકર સુરેશ તુલસીભાઈ ઘોરી સાથે મુલાકાત થઈ હતી.

થોડા સમય બાદ સુરેશે તેના ભાગીદાર જયને કોલ કરી જમીન બાબતે વાતચીત કરવા માટે રૂૂબરૂૂ મળવા માગે છે તેમ કહ્યું હતું.ત્યાર પછી સુરેશ ગઈ તા.16-1-2024 ના રોજ તેની ઓફિસે આવ્યો હતો.તે વખતે તેણે સાથે રહેલા શખ્સની ઓળખાણ લાલજીભાઈ ઢોલા તરીકે કરાવી કહ્યું કે તે વડતાલ મંદિરના ખજાનચી છે.દહેગામ પાસે લીંબ ગામ છે.જયાં 510 વિઘા જમીન ઉપર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી. પી. સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી ગૌશાળા અને મોટું મંદિર બનાવવા માગે છે. જે માટે જમીન ખરીદવાની છે.જો તેમાં તમે રોકાણ કરશો તો સારો એવો નફો અને વળતર મળશે.

બાદમાં સુરેશે ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજયસિંહ આલુસિંહ ચૌહાણની ખેડૂત તરીકે ઓળખાણ કરાવી હતી.શરૂૂઆતમાં બંનેએ રૂૂા. 20 લાખ વિઘાના ક્હ્યા હતા.રકઝકના અંતે રૂૂા.18 લાખમાં સોદો થયો હતો.તે વખતે સુથી પેટે રૂૂા.3 કરોડ આપવાની વાતચીત થઈ હતી.તેના બે દિવસ પછી તે અને જય આણંદ ગયા હતા. જયાં સુરેશનો સંપર્ક કરી તેની સાથે સીધેશ્વર ગૌશાળાએ ગયા હતા. જયાં ફરીથી ચારેય સ્વામીઓ સાથે મુલાકાત થતાં તેને જમીનના સોદાની વાત કરી હતી.

એટલું જ નહીં સુથી પેટે રૂૂા.3 કરોડ આપવા પડશે તેવી વાત પણ કહેતાં વિજયપ્રકાશ સ્વામીએ લાલજીભાઈ સાથે રૂૂા.50 લાખ મોકલવાની વાત કરી હતી.નક્કી થયા મુજબ સુરેશભાઈ બંને ખેડૂતોને લઈને તેની ઓફિસે આવ્યા હતા. જયાં તેમને રૂૂા.2.50 લાખ ટોકન પેટે આપ્યા હતા.આ પછી તે અને જય બંનેના કોમન મિત્ર સંજય પરસાણા અને જયની પત્ની ધરતીબેન ખાતેદાર ખેડૂત હોવાથી બીજે દિવસે સાટાખત તૈયાર કરાવ્યું હતું. તે વખતે લાલજીએ રૂૂા. 50 લાખ આપ્યા હતા. બાકીની રકમ મળી કુલ રૂૂા. 3 કરોડ બંનેએ ખેડૂતોને ચુકવ્યા હતા. જેનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ પણ કર્યું હતું.

બાદમાં આણંદની સીધેશ્વર ગૌશાળા ખાતે ગયા હતા.ત્યાં દેવપ્રકાશ સ્વામીને અસલ સાટાખત બતાવતાં તેણે કહ્યું કે હું નૌતમ સ્વામીને બતાવીને આવું, ચાર-પાંચ દિવસ પછી તમને અસલ સાટાખત અને રોકાણ કરેલી રકમ પાછી આપી દેશું તેમ કહ્યું હતું.જેથી તેને સાટાખત આપી રાજકોટ આવી ગયા હતા.તેના ત્રણ-ચાર દિવસ પછી સુરેશના કહેવાથી આણંદની સીધેશ્વર ગૌશાળામાં દેવપ્રકાશ અને વિજયપ્રકાશ સ્વામીને મળતા બંનેએ કહ્યું કે વડતાલ મંદિરેથી બધું ફાઈનલ થઈ ગયું છે તેમ કહી અસલ સાટાખત આપી દીધું હતું.સાથોસાથ કહ્યું કે કેનેડાના દાતા હાલ દુબઈ છે. જેથી તેમની સાથે કોન્ટ્રાકટ કરવાનો છે તેમ કહી બંનેને પણ દુબઈ આવવાનું કહેતાં ગઈ તા.13-2-2024 ના રોજ દુબઈ પહોંચ્યા હતા.

જયાં દેવપ્રકાશ સ્વામી અને લાલજીભાઈ મળ્યા હતા. એટલું જ નહીં બંનેએ બે દાતાઓની પણ ઓળખાણ કરાવી હતી.જેમાંથી એકનું નામ આનંદજી હતું. બંને દાતાઓએ ત્રણ કટકે જમીન લેવા માટેની રકમ મંદિરના બેન્ક ખાતામાં જમા કરાવવાની વાત કરી કહ્યું કે જેમ-જેમ દસ્તાવેજ થાય તેમ તેની કોપી અમને મોકલી આપજો, એટલે અમે રકમ મંદિરના બેન્ક ખાતામાં મોકલી આપશું. આટલી વાતચીત થયા બાદ રાજકોટ પરત ફર્યા હતા. તેના ત્રણ-ચાર દિવસે તેના ભાગીદાર જયે વિજયપ્રકાશ અને દેવપ્રકાશ સ્વામીને પેમેન્ટ કયારે પાછું મળશે તેવું પૂછતાં બંનેએ બહાના બતાવ્યા હતા. આ દરમિયાન ખેડૂત ભૂપેન્દ્રએ જયને કોલ કરી રૂૂા. 1 કરોડની માગણી કરી હતી.જેથી તેમને રૂૂા.પપ લાખ આંગડીયા મારફત મોકલી દીધા હતા. ત્યાર બાદ તેણે જમીનના સોદામાં જે રોકાણ કર્યું હતું તે રકમ પરત આપવા માટે અવાર-નવાર માગણી કરતાં આરોપીઓ બહાના બતાવતા હતા.આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :
crimefraudgujaratgujarat newsSwaminarayan Saint
Advertisement
Advertisement