For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતના વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ ખંખેરનાર ભાવનગરના બાસ્કેટબોલ પ્લેયર સહિત 3 પકડાયા

11:54 AM Jun 10, 2025 IST | Bhumika
સુરતના વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ ખંખેરનાર ભાવનગરના બાસ્કેટબોલ પ્લેયર સહિત 3 પકડાયા

ટેક્નોલોજીના યુગમાં લોકો વિવિધ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. એવામાં સાયબર ક્રાઈમને લગતી ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાયબર ક્રાઈમ હેઠળ ગુનેગારો વિવિધ ગુનાઈત પ્રવૃત્તિઓ જેવી કે ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ દ્વારા સામાન્ય નાગરિકોના લાખો રૂૂપિયા ખંખેરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધને દિલ્હી પોલીસની ખોટી ઓળખ આપી વીડિયો કોલ કરીને મની લોન્ડરિંગના કેસની ધમકી આપીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.

Advertisement

તેમની પાસેથી 16 લાખથી વધુ રૂૂપિયાની ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. હાલ આ મામલે પોલીસે ભાવનગરના ઈન્ટરનેશનલ બાસ્કેટ બોલ પ્લેયર સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર, સુરતમાં રહેતા એક વૃદ્ધને વીડિયો કોલ કરીને દિલ્હી પોલીસની ઓળખ આપીને 2.50 કરોડ રૂૂપિયાના મની લોન્ડરિગનો કેસ થયાનું કહીને બે દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ ઉપરાંત તેમના બેંક માંથી એફ.ડી. તોડાવીને 16 લાખ 65 હજાર રૂૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ વૃદ્ધે તેમની દિકરીને કરી હતી. ત્યારબાદ તેમણે આ મામલે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધવી હતી. પોલીસે બેંક ડિટેલના આધારે તપાસ કરતા ભાવનગરમાં રહેતા 22 વર્ષીય ઈન્ટરનેશનલ બાસ્કેટ બોલ પ્લેયર પરમવીરસિંહ, 38 વર્ષીય રાજુ પરમાર અને ક્રિષ્ના કુમાર ઝડપી પાડ્યા છે. આરોપીના બેંક એકાઉન્ટના આધારે તપાસ કરતા સામે આવ્યું છે, તેમની સામે 18 રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે.

આરોપીએ સાયબર ક્રાઈમ, સીબીઆઇ અધિકારી, કસ્ટમ અધિકારી અથવા પોલીસ અધિકારીનો સ્વાંગ રચી લોકોને વીડિયો અથવા ઓડિયો કોલ કરતા હતા. જેમાં તે કહેતા કે, તમે કોઈ પાર્સલ વિદેશ મોકલ્યું છે અથવા વિદેશથી આવ્યું છે, જેમાં ગેરકાયદે માલસામાન, ડ્રગ્સ, નકલી પાસપોર્ટ અથવા કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ છે. આવા કિસ્સાઓમાં ભોગ બનનારને સ્કાઇપ અથવા અન્ય વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર હાજર રહેવા મજબૂર કરી તેઓને પોતાના ઘરમાં ડિજિટલી અરેસ્ટ કરીને સમાધાન અને કેસ બંધ કરવા માટે પૈસાની માંગ કરતા હતા. આવા કિસ્સાઓમાં ભોગ બનનાર લોકો ગભરાઈને કેસ પતાવવાનો પ્રયાસ કરે છે અને નાણા ચૂકવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement