ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોજામાં 2.56 કરોડનું સોનું છૂપાવીને લાવતા 3 ઝડપાયા

12:35 PM Sep 02, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદમાં એરપોર્ટ ઉપર મહિલા સહિત ત્રણ મુસાફરોની કિમિયાગીરી કામ આવી નહીં

Advertisement

અમદાવાદ આંતરરાસ્ટ્રીય એરપોર્ટ ઉપરથી દુબઈથી સોનાની દાણચોરીનું વધુ એક રેકેટ કસ્ટમ વિભાગે પકડી પાડયું હતું. દુબઈથી ઈન્ડીગોની ફલાઈટમાં આવેલા બે મહિલા અને એક પુરૂષ મુસાફર પાસેથી રૂા.2.56 કરોડનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. મોજામાં છુપાવીને 2.65 કિલો સોનુ દુબઈથી લાવ્યા હતાં. જો કે આ સોનુ લઈ એરપોર્ટની બહાર નીકળે તે પૂર્વે જ કસ્ટમ વિભાગે ત્રણેયને ઝડપી લીધા હતાં. ત્યારે આ મામલે હવે તપાસમાં સોનાની દાણચોરી મામલે મોટા ખુલાસા થઈ શકે છે.

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું છે. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો સોનાની પેસ્ટના 6 સિલ્વર કલરના પાઉચને મોજામાં છૂપાવી અમદાવાદ લાવ્યા હતા. કસ્ટમ વિભાગે એક પુરૂૂષ અને બે મહિલા સહિત કુલ 3 મુસાફરોની ધરપકડ કરી છે.

અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગના અધિકારીઓએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ઇન્ડિગોની ફ્લાઈટ નં. 6ઊ 1478 માં દુબઇથી અમદાવાદ આવતા એક પુરૂૂષ અને બે મહિલા મુસાફરોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન ત્રણેય મુસાફરોએ મોજામાં છુપાવેલા સિલ્વર કલરના 6 પાઉચ મળી આવ્યા હતા. આ પાઉચની તપાસ કરતા તેમાં 2.650 કિ.ગ્રાના સોનાની પેસ્ટ મળી આવી હતી. જેની કુલ બજાર કિંમત રૂૂ. 2.56 કરોડ છે. જેથી કસ્ટમ એક્ટ 1962 હેઠળ તમામ મુદ્દામાલ જપ્ત કરી કસ્ટમ વિભાગે ત્રણેય મુસાફરોની ધરપકડ કરી છે.

Tags :
Ahmedabad AIRPORTcrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement