જાદુઈ ચશ્માંના વળગણમાં ભાણેજનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં 3 આરોપી જામીન મુક્ત
વિંછીયા પંથકમાંથી જાદુઈ ચશ્માંના વળગણમાં સગીર ભાણેજને વેંચી નાખવા નીકળી અને દેહ અભડાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા પૈકી ત્રણ શખ્સોને અદાલતે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ વિછીયા પોલીસ મથક ખાતે સગીરાનુ અપહરણ તેનો સગો મામો જ કરી ગયો હોય તેવો ગુનો દાખલ થયો હતો. મુખ્ય આરોપી દિનેશ સગીરાને અમરેલીથી સગીરાને રેસ્ક્યુ કરી નરાધમ મામાની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં દિનેશે ચશ્મા પહેરવાથી દિવાલ તથા જમીનમાં ઊંડે સુધી બધું આરપાર જોઈ શકાય છે અને આ એન્ટિક ચશ્મા એક માણસ પાસે છે. જે ચશ્મા ખરીદવા રૂૂપિયાના બદલે કિશોરી આપવા સંયુક્ત રીતે પાંચે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી દિનેશે તેની સગી ભાણેજનું અપહરણ કરી લઈ સામાજિક સંબંધોને કલંકિત કરી નાખ્યો હતો. પોલીસે મામલામાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમોનો ઉમેરો કરી મામા દિનેશ, વિનુ હીરા સોલંકી, મેરામ પોપટ કણોત્રા, વલ્લભ બચુ સાપરા અને બાબુ ઉર્ફે ટીણો પોપટ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી. મેરામ કાણોતરા, વલ્લભ સાપરા અને બાબુ ઉર્ફે ટીણો મકવાણાએ જામીન પર મુકત થવા રાજકોટની સેસન્સ(સ્પેશ્યલ પોકસો) કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
જેમા બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓ ધ્યાને લઈ અદાલતે મેરામ કાણોતરા, વલ્લભ સાપરા અને બાબુ ઉર્ફે ટીણો મકવાણાને જામીન પર મુકત કરવા હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ. જાદવ, ભરતભાઈ ધરજીયા, કેવીન એમ.ભંડેરી, વિરલ ચૌહાણ તેમજ મદદનીશમા અભય ચાવડા, વિશાલ રોજાસરા અને વિક્રમ કિહલા રોકાયા હતા.