લાલપુર પોલીસ સ્ટેશનના નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર પંથક ના ત્રણ નાસ્તા ફરતા આરોપીઓ ને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.
જામનગર જીલ્લાના પોલીસ વડા ડો.રવિ મોહન સૈની એ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂૂરી સુચના આપી હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગના શ્રી પ્રતિભા ના માર્ગદર્શન હેઠળ લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. કે.એલ.ગળચર અને સ્ટાફ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા જરૂૂરી તપાસ કરતા હોય તે દરમ્યાન લાલપુર પોલીસ સ્ટેશનના લાલપુર તથા પીપરટોડા ગામમાંથી અલગ અલગ કોર્ટ ના સજા વોરંટ ના નાસતા ફરતા 3 આરોપીઓ ને પકડી પાડી જામનગર જીલ્લા જેલ હવાલે કરવામા આવ્યા છે.
જે આરોપીઓ સબીરભાઇ ઇબ્રાહીમભાઇ જુણેજા (ઉ.વ.48 રહે. ઉગમણો ઝાપો લાલપુર તા-લાલપુર જી-જામનગર), અમરશીભાઇ મંગાભાઇ ચાવડા (રહે.આંબેડકરવાસ દરનાર શેરી લાલપુર તા-લાલપુર જી-જામનગર) અને સંગ્રામભાઇ સવજીભાઇ ધ્રાંગીયા (જાતે.ભરવાડ રહે.પીપરટોડા ગામ તા.લાલપુર જી.જામનગર) નો સમાવેશ થાય છે.