રાજકોટના વેપારીને તુવેરદાળની જગ્યાએ વટાણાદાળ પધરાવી દઇ 3.08 લાખની ઠગાઇ
રૈયાધાર નજીક સોપાન લકઝરીયા ફલેટમાં રહેતા કિરાણાના વેપારી જયેશ તુલસીદાસ તન્ના ઉ.વ.52 સાથે જામનગરના જલારામ સપ્લાયર નામના કિરાણાના હોલસેલર ધંધાર્થી પિતાપુત્ર બીપીન જે. સીમરીયા તથા અંકિત બીપીન સીમરીયાએ ખરાબ માલ મોકલી માલ કે પેમેન્ટ પરત નહીં કરી રૂૂા.3.08 લાખની છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાનો બનાવ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ જયેશભાઈ રાજકોટમાં જામનગર રોડ પર પરાપીપળીયા પાસે અનાજ હોલસેલનું કામકાજ ગોડાઉન ધરાવે છે. તેમણે ચીકુ બ્રાન્ડ નામની 100 કટ્ટા તુવેર દાળ જામનગરના વેપારી પિતાપુત્ર પાસેથી ગત વર્ષે તા.189ના મંગાવી હતી. દાળનો જથ્થો રાજકોટ પહોંચતો થયો જે પેટેનું પેમેન્ટ રૂૂા.3.08 લાખ રાજકોટના વેપારી દ્રારા જામનગરના જલારામ સપ્લાયર નામના હોલસેલર સીમરીયાને ચુકવી દેવાયું હતું.
માલ ખરાબ નીકળતા રાજકોટના વેપારીએ 88 કટ્ટા પરત મોકલ્યા હતા. જેમાં 77 કટ્ટા જામનગરના વેપારી સીમરીયાએ સ્વીકારી લીધા હતા. જયારે 11 કટ્ટા સ્વીકાર્યા ન હતા. સ્વીકારેલો માલ ઉપરાંત રાજકોટના વેપારી પાસે 100 પૈકીના પડેલા અન્ય 12 કટ્ટા ખરાબ હતા. વેપારીએ 100 કટ્ટા નવો માલ મોકલવા કહ્યું હતું. માલ ન આપતા પેમેન્ટ પરત માંગ્યું હતું.
જામનગરના પિતાપુત્ર દ્રારા બહાના બતાવતા કરાતી હતી અને અંતે રાજકોટના વેપારીને નવ માસના સમયગાળા દરમિયાન માલ પણ ન મળ્યો અને પેમેન્ટ પણ પરત મળ્યું ન હતું. અંતે છેતરાયેલા વેપારીએ જામનગરના પિતાપુત્ર વિરૂૂધ્ધ અરજી આપતા ગાંધીગ્રામ પોલીસે તપાસ બાદ તેના વિરૂૂધ્ધ છેતરપીંડી, વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી બન્નેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.આ મામલે વેપારીએ આક્ષેપ સાથે જણાવ્યું કે,આરોપી પિતા પુત્રએ તુવેરદાળને બદલે વટાણાની દાળ ધાબડી દીધી હતી જેથી વેપારી જયેશભાઈ પાસેથી વેપારીઓએ ખરીદેલી તુવેરદાળ પરત કરી હતી.