જૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇ
રૂા.3.52 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, અન્ય સામે ગુનો નોંધવા તજવીજ
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના ઇગ્લીશ દારૂૂની બોટલ નંગ.277, કિ.રૂૂા.3,42,160 તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂા. 3,52,160 નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે કાર્યવાહી કરી હતી.
જૂનાગઢ રેન્જનાં ડીઆઇજી ની સુચના તેમજ એસપી નાં માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં દેશી,વિદેશી દારૂૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઈસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પીઆઇ જે.જે.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પીએસઆઇ ડી.કે.સરવૈયા તથા તથા તેમની ટીમને સંયુક્તમાં ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી મળેલ કે, જુનાગઢ, ખામધ્રોડ રોડ, 66 કે.વી., શ્રમજીવી નગરમાં રહેતો જયદિપ રઘુ બોરીચા ગેરકાયદેસર બહારના રાજયમાંથી દેશી બનાવટના ઇગ્લીશ દારૂૂનો જથ્થો પોતાના રહેણાંક મકાનની સામેના ભાગે આવેલ પોતાના કાકાના પ્લોટમાં રાખેલ છે અને દારૂૂની હેરફેરી કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા દેશી બનાવટના ઇંગ્લીશ દારૂૂનો જથ્થો મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
તેહાજર મળી આવેલ આરોપી જયદિપ રઘુ બોરીચા, ઉવ.29 ધંધો.મંજુરી રહે. જુનાગઢ, 66 કે.વી., ખામધ્રોળ રોડ, શ્રમજીવી નગર વાળા નો ગુનાહિત ઇતિહાસ ફંફોસતા આ આરોપી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ક.65(એ)ઇ વિ.તથા પાટણ, રાધનપુર પોલીસ મથકે પ્રોહી ક.65(એ)ઇ વિ મુજબ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે તેમજ અન્ય હાજર નહિ મળી આવેલ આરોપી (2) ચાંપરાજ કરપડા રહે. રામપરડા તા.થાન છજી.સુરેન્દ્રનગર તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે ઝડપાયેલા આરોપી પાસેથી મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂા. 10,000 તેમજ અલગ અલગ બ્રાન્ડનો દેશી બનાવટ નો ઇંગ્લિશ દારૂૂ જેની કિંમત 3,42,160 મળી કુલ 3,52,160 નો મુદામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ