રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ-મોરબી હાઈવે પર છતર પાસે ગોડાઉનમાંથી દારૂની 25,056 બોટલ ઝડપાઈ

12:00 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે જીઆઇડીસીમાં સત્યમ પોલીમર્સના ગોડાઉનમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં ગોડાઉનમાંથી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 25,056 બોટલ મળી આવી હતી. જેથી કરીને પોલીસે 28,05,120 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ને હાલમાં ગોડાઉનના કબજેદાર તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે.

મોરબી જિલ્લામાં અંદાજે છ મહિના પહેલા એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે ગોડાઉનમાંથી દોઢ કરોડથી વધુની કિંમતનો દારૂૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાં મળીને બે કરોડથી વધુનો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો. ત્યાર બાદ હાલમાં ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારા તાલુકાના છત્તર ગામ પાસેની જીઆઇડીસીમાં એક ગોડાઉનમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવી છે. ત્યાંથી પણ બહુ મોટા પ્રમાણમાં દારૂૂનો જથ્થો મળી આવ્યો છે.

હાલમાં ટંકારા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે છતર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં સત્યમ પોલીમર્સ નામના ગોડાઉનમાં દારૂૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેને આધારે ટંકારા પોલીસે ત્યાં દારૂૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 25,056 બોટલો મળી આવી હતી. જેથી કરીને પોલીસે 28,05,120 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો.

હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છતર જીઆઇડીસીમાં આવેલ પ્લોટ નંબર 123 માં આવેલા સત્યમ પોલીમર્સ નામના ગોડાઉનના કબજેદાર તથા તપાસમાં જેના નામ ખૂલે તેઓની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે ટંકારા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Tags :
crimegujaratgujarat newsliquorrajkot newsRajkot-Morbi highway
Advertisement
Next Article
Advertisement