રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચોટીલાથી શાપર-વેરાવળ સપ્લાય થતો 2425 લિટર દેશી દારૂ પકડાયો

12:02 PM Aug 08, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ ભાવનગર હાઇવે ઉપર ઉમરાળી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો દરોડો

રૂા.પ.પ3 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ, 11 શખ્સોના નામ ખુલ્યા

રાજકોટ નજીકના હલેન્ડા અને ઉમરાળી જવાના રસ્તા પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ર4રપ લીટર દેશી દારૂૂના જથ્થા સાથે બોલેરો સાથે એક શખ્સની ધરપકડ કરી કુલ રૂૂા.પ.પ3 લાખનો મુદ્દામાલ કબજે કરી ચોટીલા પંથકથી શાપર સુધીની દેશી દારૂૂની લાઈનના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.દેશીદારૂૂના આ નેટવર્ક સાથે સંડોવાયેલા 11 શખ્સો સામે ગુનો નોધી તમામને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરુ કરી છે. દર્શાવ્યા છે.

રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આજી ડેમ પોલીસ મથકની હદમાં આવતા હલેન્ડા-ઉમરાળી જવાના રસ્તા સ્ટેટ મોનીસ સેલની ટીમે વોચ ગોઠવી આ રસ્તે પસાર થઈ રહેલી બોલેરો પીકઅપ વાનને અટકાવી તલાશી લેતાં અંદરથી ર4રપ લીટર દેશી દારૂૂ મળી આવ્યો હતો. તે સાથે જ તેના ચાલક ચોટીલાના સાલકડા ગામના ગીરીરાજ રવજી ચારમીયાની ધરપકડ કરી હતી. બોલેરો પીકઅપ વાન, દારૂૂ, મોબાઈલ ફોન અને રોકડ વગેરે મળી કુલ રૂૂા.પ.પ3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં ગીરીરાજે દેશી દારૂૂનો આ જથ્થો ચોટીલા પંથકની ભઠ્ઠીઓમાં તૈયાર થઈ શાપર પહોંચાડવા જતો હોવાની કબુલાત આપી હતી. ગીરીરાજની પુછપરછમાં ચોટીલાથી શાપર સુધી દેશી દારૂૂની લાઈન ચલાવવાના નેટવર્કમાં સામેલ 11 શખ્સોના નામ ખુલ્યા છે. જેમાં લાઈન ચલાવનાર કુલદિપ મેરૂૂભાઈ વીકમા, ચેતન મેરૂૂભાઈ વીકમા, વનરાજ ધીરૂૂભાઈ વીકમા (રહે. ત્રણેય ફુલઝર, તા. ચોટીલા), દેશી દારૂૂનો જથ્થો પુરો પાડનાર સાગર અનકભાઈ વીકમા, અનિલ દેવાભાઈ ગાંધીયા, વિક્રમ નાનજીભાઈ ગાંધીયા (રહે. ત્રણેય ફુલઝર, તા. ચોટીલા), જયરાજ દાદુભાઈ વીકમા, પુથાભાઈ ધીરૂૂભાઈ વીકમા, જયરાજ ધીરૂૂભાઈ ધાંધલ, વાહનના માલીક ઉદય રાજુભાઈ સોનારા અને શાપરમાં દારૂૂ મંગાવનાર અજાણ્યા બુટલેગર સામે ગુનો નોંધી એસએમસીએ દારૂૂના કેસમાં ઊંડાણથી તપાસ કરી આખી લાઈનનો નેટવર્ક સાથે સંકળાયેલા તમામ 11 શખ્સોને આરોપી બનાવ્યા છે.

એસએમસીએ કબજે કરેલો ર4રપ લીટર દેશી દારૂૂ ચોટીલાની ભઠ્ઠીઓમાં બની શાપર સપ્લાય થતો હતો. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ આટલા જથ્થામાં દેશી દારૂૂ શાપરમાં સપ્લાય થતો હોવાની ચોંકાવનારી માહિતી પણ એસએમસીને મળી છે. એસએમસીના સૂત્રોએ જણાવ્યું કે કબજે થયેલો દેશી દારૂૂ પહેલી ધારનો છે. એટલે કે જેટલો દેશી દારૂૂ છે તેના કરતાં પણ વધુ તેમાં પાણી ઉમેરી તેનું વેચાણ થવાનું હતું. તે અંદાજ મુજબ શાપરમાં પાંચેક હજાર લીટર દેશી દારૂૂનો જથ્થો સપ્લાય થવા જઈ રહ્યો હતો. જેને કારણે સ્થાનિક પોલીસની ભૂમિકા સામે અનેક સવાલો ઉભા થયા છે.

શાપર ઔદ્યોગિક વસાહત છે. જયાં મોટાપાયે સ્થાનિક અને પરપ્રાંતિય મજુરો રહે છે અને કામ કરે છે. જેને કારણે શાપરમાં દેશી દારૂૂની મોટાપાયે માંગ હોવાનું કહેવાય છે.સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય ની સુચનાથી ડીવાયએસપી કે.ટી.કામળીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsliquorrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement