For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-જામનગર હાઈવે ઉપર 24 સ્ટંટબાજ નબીરા ઝડપાયા

04:21 PM Jan 16, 2025 IST | Bhumika
રાજકોટ જામનગર હાઈવે ઉપર 24 સ્ટંટબાજ નબીરા ઝડપાયા

10 ધૂમ બાઈક અને બે કાર કબજે, ગ્રામ્ય એલસીબી, મેટોડા અને પડધરી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી સ્ટંટબાજોને ઝડપી લીધા

Advertisement

રાજકોટ-જામનગર હાઈવે પર ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી સ્ટંટ અને રેસિંગ કરતા સ્ટંટ બાજોને રાજકોટ ગ્રામ્ય એલસીબી અને મેટોડા પોલીસ તેમજ પડધરીપોલીસની અલગ અલગ ટીમોએ ફિલ્મીઢબે પીછો કરી ઝડપી લીધા હતાં. રાજકોટ અને જામનગરના કુલ 24 સ્ટંટબાજોની પોલીસે ધરપકડ કરી 10 ધૂમ બાઈક અને બે કાર કબ્જે કરી હતી. જામનગર હાઈવે પર ફિલ્મી સ્ટંટ કરીને અન્ય લોકોની જીંદગી જોખમમાં મુકનાર આ તમામ સામે પડધરી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની નવી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

રાજકોટ-જામનગર હાઈવે પર છેલ્લા ઘણા વખતથી બાઈક ઉપર કેટલાક નબીરાઓ સ્ટંટ કરતા હોય તેમજ ફિલ્મીઢબે બાઈક અને કારની રેસિંગ કરતા હોવાની ફરિયાદો મળી હતી. જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સુચનાથી પોલીસે આ સ્ટંટ બાજોને પકડવા માટે જાળ બીછાવી હતી અને ગઈકાલે મોડી રાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી પાસેથી પોલીસે 24 શખ્સોને ઝડપી લીધા હતાં. જેમાં જામનગરના જીયાન હુસેન કિસાણી, આઝાદ રજાક સમા, મહમદ હુસેન અલ્તાફ બાઘડા, રાજકોટના રામકુભાઈ ટીસાભાઈ કેરાળિયા, જામનગરના સાહબાજ ઈબ્રાહીમ સેતા, મહમદ હુસેન મજીદભાઈ ભુંગરાણી, રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા સંજય મેરુભાઈ જોરા, રાજકોટના બાલાજી પાર્કમાં રહેતા દર્શિત મહેન્દ્ર ચોટલિયા, ગોંડલના સડક પીપળિયા ગામના કૃણાલ મેઘજીભાઈ મારુ, ભગવતીપરાના વાહીદ સલીમ સેખ, દૂધસાગર રોડ પર રહેતા અજય પ્રવિણ ચુડાસમા, ગોંડલના ખંઢેરિયા શેરીમાં રહેતા હુસેન આરિફ તમીમી, ધોરાજીના સાહિલ યુનુસ નોટિયાર, બજરંગવાડીના અસનાદ હમીદભાઈ મીયાવા, મચીનગર બજરંગવાડીના ફલક મહમુદીન મુરિમા, જામનગરના ગુલાબ નગરના ફહીમ ઈરફાન મુરીમા, ગોંડલના ભગવતપરામાં રહેતા શકીલ મહમદ વજુગરા, જરંગવાડીના ક્રિશ હરેશ સોલંકી, દૂધસાગર રોડની ભગવતી સોસાયટીમાં રહેતા સાહિલ અસ્લમ ધંધુકિયા, મજીદ રહિમ સાંઘ, દુધસાગર રોડ હાઉસીંગ બોર્ડમાં રહેતા સાનિસ હનીફ બાનાણી, વિરાજ સંજય મકવાણા અને ચુનારાવાડના યશ લેખરાજભાઈ શર્માની ધરપકડ કરી 10 ધુમબાઈક અને બે કાર કબ્જે કરી હતી.

Advertisement

રાજકોટ-જામનગર હાઈવે ઉપર પુરપાટ ઝડપે બાઈક દોડાવી તેમજ ફિલ્મી ઢબે જોખમી સ્ટંટ કરતી આ રાજકોટ અને જામનગરની ટોળકી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકી રહી હતી. ટુ વ્હીલ તથા ફોરવ્હીલના જોખણી સ્ટંટ સાથે રેસીંગ કરનાર આ ટોળકીને ઝડપી લેવામાટે છેલ્લા ઘણા વખતથી પોલીસ મહેનત કરી રહી હતી. અંતે આ ટોળકીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી અને આ તમામ સામે ભારતીય ન્યાય સહિતાની નવી કલમ 281 તથા એમવી એક્ટ હેઠળ કાર્યાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સુચનાથી પડધરી મથકના પીઆઈ એસએન પરમાર તથા મેટોડાના પીએસઆઈ એચએસ શર્મા તેમજ એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલ સાથે એલસીબીની ટીમે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement