22 લોકો સાથે વર્ક પરમિટ વિઝાના નામે 31 લાખની ઠગાઇ
યુરોપ જવા મુંબઇ પહોંચેલા રાજકોટના પાંચ વ્યક્તિને છેતરપિંડી થયાનું માલુમ પડયું
મોબાઇલ સ્વિચ ઓફ આવતા ફરિયાદીએ ઉત્તરાખંડ જઇ તપાસ કરતા આરોપીએ કાવતરૂ રચી ફ્રોડ કર્યાનું ખુલ્યું
રાજકોટના 22 લોકોને યુરોપ ક્ધટ્રીમાં વર્ક વિઝા પરમીટની લાલચ આપી 31 લાખની છેતરપિંડી થયાની પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટનામાં ભોગ બનનાર જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે, આરોપીઓ દ્વારા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.વધુ વિગતો અનુસાર,જંકશન પ્લોટ ગાયકવાડીમાં રહેતા વારીસ અલી અયુબભાઈ સંધી (ઉ.વ. 26)એ પોતાની ફરિયાદમાં ઉત્તરાખંડના કાશીપુરમાં રહેતા મોહમ્મદ આવેઝ અને દિલ્હીના જનકપુરીમાં રહેતા અફલાક અહેમદ નું નામ આપતા તેમની સામે ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદીએ જણાવ્યું હતું કે,હું છેલ્લા ચાર પાંચ વર્ષથી એટલાસ ઈન્ટરનેશનલ ઈમીગ્રેશન નામની પેઢી ધરાવુ છુ અને હું ભારતના નાગરિકોને વિદેશ જવા માટે વર્કપરમીટ વિઝા અપાવવાનું કામકાજ કરૂૂ છુ.
આશરે 8 થી 10 મહીના પહેલા મને મારા મોબાઈલ ફોનમા મહમદ આવેઝનો ફોન આવેલ અને મને ફોનમા જણાવેલ કે મે ઓનલાઈન તમારુ વિઝાનુ અને ઈમીગ્રેશન નુ કામકાજ જોયુ છે અને મારી પાસે યુરોપ ની ઘણી બધી ક્ધટ્રીનુ વર્ક પરમીટનુ કામ છે તેમ ફોનમા જણાવેલ અને મારો પરીચય આ મહમદ આવેઝ સાથે થયો અને મે તેને રૂૂબરૂૂ રાજકોટ મળવા માટે કહેલ જેથી આશરે સાત આઠ દીવસ બાદ આ મહમદ આવેઝ રાજકોટ આવેલ અને મને મળેલ અને કહેલ કે હુ અફલાક અહેમદની સાથે વર્કપરમીટ વિઝા અપાવવા નુ કામ કરુ છુ અને તેની કંપનીનુ નામ એ.ટી.એ.વીઝા હબ છે જે જનકપૂરી દીલ્હી ખાતે આવેલ છે અને મને આ અફલાક અહેમદ સાથે ફોનમા વાત કરાવેલ અને અફલાક અહેમદે મને કહેલ કે મહમદ આવેઝ મારો પાર્ટનર છે.
અમે બન્ને યુરોપનુ વર્ક પરમીટ વીઝાનુ કામ કરી આપશુ અને કામ થઈ ગયા બાદ જ તમારે રૂૂપીયા આપવાના રહેશે અને મહમદ આવેઝે મને જણાવેલ કે તમે રૂૂબરૂૂ કાશીપૂર (ઉતરાખંડ) ખાતે આવો ત્યા મારી ઓફીસ છે તેમ કહેલ જેથી હુ આશરે આઠેક મહીના પહેલા કાશીપૂર (ઉતરાખંડ) ખાતે ગયેલ અને કાશીપુર(ઉતરાખંડ)માં બાબા રીસોર્ટ ની સામે આવેલ ઓફીસે મહમદ આવેઝ ને મળેલ અને તેણે મને અન્ય લોકોના વીઝા ટીકીટ, કોટ્રાકટ વીગેરે બતાવેલ અને કહેલ કે આ માણસોને મે વીઝા અપાવેલ છે.
જેથી મે પણ તેની સાથે કામ કરવાનુ નક્કી કરેલ અને મારી પાસે પણ વિઝાનુ અને ઈમીગ્રેશનનુ કામ હોય તેમા સારા કમીશનની અપેક્ષા મે મારા તથા મારા પરીવાર જનોના તેમજ મારા કેન્ડીડેટ્સના ડોક્યુમેન્ટ મહમદ આવેઝ ને મોકલ્યા હતા.મારા સહિત તમામના મળી કૂલ રૂૂ 30,40,000/- ની આસપાસ મે આ મહમદ આવેઝ ને ચૂકવેલ છે જેમાથી રૂૂ 22,00,000/- આસપાસ જેટલી રકમ ઓનલાઈન મહમદ આવેઝના બેન્ક ઓફ બરોડાના કાશીપૂર ઉતરાંચલ ખાતામાં કટકે કટકે નાખેલ હતા અને બાકીના રૂૂપીયા 9,00,000/ આસપાસ રોકડા આ મહમદ આવેઝ ને ચુકવેલ હતા.આ બન્ને જણા એ મને ફોન કરીને જણાવેલ કે તમને ઓનલાઈન ફલાઈટ ટીકીટ તથા વર્કપરમીટ વિઝા મોકલું છું. તમારા બધાની તા.05 -12-2024 ની મુંબઈ એરપોર્ટથી યુરોપની ફલાઈટ ટીકીટ છે જેથી તમો બધા તા. 04-12-2024 ના રોજ મુંબઈ પહોંચી જજો. આથી મે મારો મોબાઈલ ચેક કરતાં તેમાં મહમદ આવેઝ એ અમોને બધાની ફલાઈટ ટીકીટ તથા વર્કપરમીટ વિઝા મોકલેલ હતા. જેથી મે મુંબઈ એરપોર્ટ ના હેલ્પ લાઈન નંબર પર ફોન કરી ક્ધફર્મ કરેલ કે અમારા નામની ટીકીટ બૂક છે કે કેમ ? તે સમયે અમારી ટીકીટ અમારા નામથી બૂક થયેલ હતી.
ત્યારબાદ બાદ પાંચ વ્યક્તિ તા. 04-12-2024 ના રોજ મુંબઈ પહોંચી ગયેલ અને તા. 05-12-2024 ના રોજ મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચતા મને અને મારી સાથે આવેલ ઉપરોકત દર્શાવેલ કેન્ડીડેટ્સ ને માલુમ પડેલ કે મહમદ આવેઝએ મોકલેલ તમામ ફલાઈટ ટીકીટ કેન્સલ કરેલ છે. જેથી મે તથા અમારા ઉપરોકત કેન્ડીડેટ્સ એ મહમદ આવેઝને તેમના મોબાઈલ ફોનમા ફોન કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવતા હતા.જેથી રૂૂબરૂૂ આ મહમદ આવેઝની ઓફીસે ઉતરાખંડ ખાતે ગયેલ અને જયાં 25 દિવસ સુધી રોકાયેલ અને ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે,આ મહમદ આવેઝ એ તથા અફલાક અહેમદે કાવતરું ઘડી છેતરપિંડી કરી છે.
છેતરપિંડીનો ભોગ બનનાર લોકો
(1) નીતિનભાઈ પટેલ રૂૂ 1,00,000/- (2) ગઢવી ગોવીંદ કુમાર રૂૂ 1,00, 000/- (3) કોટિયા ધર્મેશ અરવિંદભાઈ રૂૂ 1,10,000/- (4) હિરેનભાઈ મહેરિયા રૂૂ 3,75,000 (5) અંજુમબેન અ સ્લમભાઇ સંધી રૂૂ 75,000/- (6) સૈયદ મહંમદઅનસ હાસમભાઈ રૂૂ 4,00,000/- (7) ઈશ્વરભાઈ લોઢારી રૂૂ 1,3 0,000/- (8) સોયેબ સૈયદ રૂૂ 1,00,000/- (9) ગુલામ સંજર ખાન રૂૂ 1,10,000/-(10) રીનોય રવીન્દ્ર રૂૂ 1,20 ,000/-(11) અમન દલ રૂૂ 50,000/-(12) અંકીત કુમાર રૂૂ 1,30,000/- (13) હીના સીંગરખીયા રૂૂ 1,30,000 /-(14) સલમાન વ્હોરા રૂૂ 30,000/- (15) ગૌરાંગ પટેલ રૂૂ 1,00,000/(16) અમનદીપસીંગ રૂૂ 1,20,000/- ( 17) નૂર દસ્તગીર સૈયદ રૂૂ 1,00,000/-(18) ઐયાઝ સૈયદ 1,00,000/-(19) તારીફ હુશૈન સયદ 1,00,000/-( 20) નૂર આલમ રૂૂ 1,10,000/- (21) સોહીલખાન યુશુફખાન પઠાણ 1,50,000.