સ્પીડવેલ ચોક, વસંત વાટિકા અને જીવરાજ પાર્ક નજીકથી ડિલિવરી બોયના 22 પાર્સલની ચોરી
ડિલિવરી બોય પાર્સલ આપી પોતાના વાહન પાસે આવે ત્યારે કોઇએ બાકીના પાર્સલ ચોરી લીધાની જાણ થઇ
શહેરનાં તાલુકા વિસ્તારમા આવતા સ્પીડવેલ ચોક, વસંત વાટીકા અને જીવરાજ પાર્ક પાસેથી ડીલીવરી બોયનાં રર પાર્સલની ચોરી થયાની તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે આ ઘટનામા તસ્કરને શોધવા તાલુકા પોલીસની ટીમ કામે લાગી ગઇ હોવાનુ જાણવા મળી રહયુ છે.
માયાણી નગરનાં કવાર્ટરમા રહેતા શોહમ મુકેશભાઇ અઘેરા (ઉ.વ. 19) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે લક્ષ્મીનગરમા કિરણ ફર્નીચરની નીચે આવેલી ઇ કાર્ટની ઓફીસમા ડીલેવરી બોય તરીકે એકાદ મહીનાથી નોકરી કરે છે અને લોકો ઓનલાઇન વસ્તુઓ મગાવી તે પોતાના ફળીયામા પાર્સલ પહોંચાડવાનુ કામ કરે છે.
ગઇ તા ર7 નાં રોજ પોતે લક્ષ્મીનગરમા આવેલી પોતાની ઓફીસેથી 3ર પાર્સલનો એક થેલો લઇ વિસ્તારમા ડીલેવરી કરવા નીકળ્યો હતો આ સમયે 18 જેટલા પાર્સલ ડીલેવરી કર્યા બાદ બપોરનાં ત્રણેક વાગ્યે સ્પીડ વેલ ચોક નજીક આવેલા પ્રધ્યુમન એસ્પાયર નામના એપાર્ટમેન્ટમા એક પાર્સલની ડીલેવરી કર્યા બાદ પોતાનુ એકસેસ ત્યા નીચે ગેઇટ પાસે પાર્ક કરી પાર્સલનો થેલો પણ ત્યા રાખ્યો હતો.
પાર્સલની ડીલેવરી કરી પોતાના સ્કુટર પાસે પહોંચ્યો ત્યારે થેલામા રહેલા અન્ય 14 પાર્સલ જોવામા આવ્યા ન હતા અને બાદમા જાણવા મળ્યુ કે આજુબાજુના એરીયામા પાર્સલની ડીલેવરી કરતા મયુર ચાવડા, ઉમંગસિંહ પરમારના પણ આઠેક પાર્સલ વસંત વાટીકા અને જીવરાજ પાર્ક નજીકથી ચોરાયા હતા. આ મામલે તાલુકા પોલીસ મથકમા રૂા. 1પ500ના 22 પાર્સલની ચોરી થયાની ફરીયાદ પોલીસમા નોંધાવી હતી.