આટકોટ પાસેથી વાડીમાંથી 215 બોટલ વિદેશી દારૂ-બે શખ્સોની ધરપકડ
આટકોટ નજીક કાનપર જવાના રસ્તે વાડીમાં પોલીસે દરોડો પાડી રૂા. 1.32 લાખની કિંમતની 215 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર મોટા દડવાના બુટલેગરને ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરાઈ છે. મળતી વિગતો મુજબ આટકોટથી મોટા દડવા તરફ જતાં કાનપર ગામની સીમમાં આવેલ સોમાભાઈ દાનાભાઈ રાઠોડની વાડીમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 215 બોટલ મળી આવ્યો હતો. રૂા. 1.32 લાખના વિદેશી દારૂ સાથે પોલીસે મોટા દડવાના હમીરપરાના મહેન્દ્ર બાવાભાઈ સોલંકી અને લાખા ઉર્ફે લાલો ગોવિંદ મકવાણાની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો મોટા દડવાના બુટલેગર જિજ્ઞેશપરી બળવંતપરી ગોસાઈનો હોવાનું પુછપરછ દરમિયાન ખુલ્યું હતું. આટકોટ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ આર.એસ. સાકરિયા ને તેમની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ વાડી સોમા દાના રાઠોડની હોય જે બાબતે વાડી માલીકને પણ નોટીસ આપવામાં આવી છ ે. આ દારૂનો જથ્થો જિજ્ઞેશપરીએ ઉતાર્યો હોય અને મહેન્દ્ર તથા લાખા બન્ને ત્યાં વાડીએ હાજર હતા ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં વાડીમાલીક સામે પણસંભવત ગુનો નોંધાઈ શકે છે.
