ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરી

12:58 PM May 05, 2025 IST | Bhumika
Advertisement

પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા

Advertisement

ગોંડલ તાલુકા નાં ભોજપરા ગામે ખેડુત નાં ગોડાઉન માં રાખેલા રુ.1 લાખની કિંમત નાં 200 મણ ઘઉં કોઇ તસ્કરો ગોડાઉન નાં તાળા તોડી ચોરી કરી જતા બનાવ અંગે તાલુકા પોલીસ માં ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ ભોજપરા રહેતા મહેશભાઈ જેરામભાઇ સોરઠીયા નાં ખેતર માં વાવેલા 260 મણ ઘ઼ઉં તેમના મિત્ર ભાર્ગવભાઇનાં બંધ પડેલા જલારામ જીનીંગ માં રાખ્યા હતા.મહેશભાઈ મિત્ર નાં બંધ જીનીંગનો ગોડાઉન તરીકે ઉપયોગ કરેછે.ગત તા.21 નાં મહેશભાઈ ગોડાઉન માં ખેતીનાં સાધનો મુકવા ગયા હતા.બાદ માં તાળુ મારી પરત ફર્યા હતા.બાદમાં તા.25 ની રાત્રે ઘઉં ભરવા જતા ગોડાઉન નું તાળુ તુટેલુ હોય અંદર જઇ નજર કરતા ઘઉં વેરવિખેર હતા.તપાસ કરતા અંદાજે 200 મણ ઘઉંની ચોરી થયાનું જણાતા બનાવ અંગે તાલુકા પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરીછે.

Tags :
crimegondalgondal newsgujaratgujarat newstheft
Advertisement
Next Article
Advertisement