For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડ પંથકમાં પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

12:14 PM Aug 13, 2025 IST | Bhumika
ભાણવડ પંથકમાં પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

ભાણવડ વિસ્તારમાં બહેન-બનેવી સાથે આવેલી એક પરપ્રાંતિય સગીરાને તેમની સાથે અહીં કામ કરવાનું ગમતું ન હોવાથી તેની વતનમાં પરત જવા માટે કોઈને કહ્યા વગર ટ્રેન મારફતે એકલી પરત જવા ભાણવડથી રવાના થઈ હતી. આ સગીરા ભાણવડથી જુદી જુદી ટ્રેન મારફતે ઘરે પહોંચવાના બદલે રાજસ્થાનના જયપુર ખાતે પહોંચી ગઈ હતી. અહીં રહેલો આરોપી તુફાનસિંહ મંગીલાલ તંવર (રહે. ગોવિંદપુર, કોટા- રાજસ્થાન) એ આ સગીરાને એકલી ઊભેલી જોઈને તેણીને પૂછપરછ કરી, તેણે પોતાના ઘરે પહોંચાડી આપવાની વાત કરી હતી. આ રીતના લલચાવી ફોસલાવીને આરોપી સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો.

Advertisement

અહીં આરોપીએ ઉપરોક્ત ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતાં તેની સાથે લગ્ન કરી એકથી વધુ વખત શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેનો ગુનો ભાણવડ પોલીસ મથકમાં નોંધાયો હતો. જેને અનુલક્ષીને પોલીસ કાર્યવાહી બાદ અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ કેસમાં ફરિયાદી, ભોગવનાર અને ડોકટરની જુબાની સાથેના વિવિધ આધાર પુરાવાઓ સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ રૂૂ. 35,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસમાં ભોગ બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે તેણીને વીટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂૂ. એક લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement