For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને 20 વર્ષની જેલ

11:48 AM Aug 01, 2024 IST | Bhumika
સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને 20 વર્ષની જેલ
Advertisement

અગાઉ ભોગ બનનારને હવસનો શિકાર બનાવનાર જેલ હવાલે રહેલા બનેવીએ કોર્ટને પત્ર લખતા પુરાવા મળતા કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો

ઉપલેટા પંથકમાં 13 વર્ષની સગીર સાળી ઉપર દુષ્કર્મ આચરનાર બનેવીને સજા પડ્યા બાદ દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને સાથે રાખી સબંધીએ દુષ્કર્મ આચર્યાના કેસમાં જેલ હવાલે રહેલા બનેવીએ પોકસો કોર્ટને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો. અને સગીરાએ જન્મ આપેલ મૃત બાળકને દફનાવી દીધી હોવાની માહિતી આપી હતી. બાદમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને રૂૂ.5,000 દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ મુજબ ઉપલેટાના ઈકબાલ કાલિયા મેમણ નામના શખ્સે 13 વર્ષની સગીર સાળી ઉપર દુષ્કર્મ બે વખત ગર્ભપાત કરાવી નાખ્યાના કેસમાં આરોપીને છેલ્લા શ્વાસ સુધીની જેલની સજા પડી હતી. જે અંગે ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસ રજીસ્ટર થયો હતો. ત્યારબાદ આ ભોગ બનનાર સગીરાને ઈકબાલ કાલિયા મેમણના સગા અને હાલના આરોપી ઇમરાન યુનુસ સજ્જાત પોતાની સાથે લઈ ગયો હતો. અને તેની સાથે 18 વર્ષથી નાની હોવાની માહિતી હોવા છતાં વારંવાર દુષ્કર્મ આચરતો હતો. તેના પરિણામ સ્વરૂૂપ ભોગ બનનારને એક મૃત બાળકનો જન્મ થયો હતો. અને તેની દફનવિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં કરી હતી.

Advertisement

ત્યારબાદ જેલમાંથી ઈકબાલ કાલિયાએ પોક્સો કોડને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો અને કોગ્નિઝેબલ ઓફીનસની માહિતી આપેલી હતી. તત્કાલીન પ્રિસાઇડિંગ ઓફિસર રાહુલકુમાર મહેશચંદ શર્માએ તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. જે અન્વયે ઉપલેટા શહેરના તત્કાલીન પીઆઇ કે.કે. જાડેજાએ તપાસ કરાવેલી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કબર ખોદી અને બાળકનો કંકાલ મેળવ્યો હતો જેના ડીએનએ ટેસ્ટ થતાં તે પોઝિટિવ આવ્યું હતું. અને બાદમાં ચાર્જશીટ કરવામાં આવેલું હતું. આરોપી ઈમરાન વિરુદ્ધ ચાર્જફ્રેમ થતા ગુનો નોંધાયેલ અને સાયન્ટિફિટ પુરાવાઓ ધ્યાને લેવામાં આવેલ ભોગ બનનારે પોતાની જુબાનીમાં જણાવેલ હતું કે ઈકબાલ કાલિયા મેમણના સગા ઇમરાન યુનુસ સાથે મુલાકાત થયેલી અને તેમની સાથે પોતે જ્યારે નિરાશ્રીત હતા ત્યારે રહેતા હતા ભોગ બનનારે એવું પણ જણાવેલ કે ઇમરાન સાથેના સંબંધના લીધે તેણીને એક મૃત બાળકનો જન્મ થયો હતો. અને તે ઉપલેટા કબ્રસ્તાનમાં દફનાવેલ હતું. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખએ દલીલ કરી હતી કે આ ભોગ બનનાર છે.

તે આરોપી પહેલેથી જાણતા હતા, આ કેસ રજીસ્ટર થયા બાદ અદાલતે ભોગ બનનારની મરજી પૂછતા તેણી સેલટર હોમમાં જવાની મરજી દર્શાવતા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં તેણીને લઈ જવામાં આવેલ અને ત્યાં જ રાખવામાં આવેલા હતા. આ ભોગ બનનાર સાથે અગાઉના ઈકબાલ કાલીયાના દુષ્કર્માના લીધે એક નાનું બાળક પણ હતું અને ભોગ બનનારની આ દયોનીય સ્થિતિનો દૂર ઉપયોગ આરોપીએ પોતાના અંગત સ્વાર્થ માટે લીધો છે તે હળવાશથી લઈ શકાય નહીં. બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને રાખી સેશન્સ જજ હાજી અલી હુસેન મોહીબુલા શેખએ આરોપી ઇમરાન યુનુસ સજ્જાતને 20 વર્ષની સજા અને રૂ.5000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement