રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

20 વર્ષના હેવાનનો 78 વર્ષીય વૃધ્ધા પર બળાત્કાર

05:23 PM Jan 25, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

મુંબઈના દિન્ડોશી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને માનવતાને કલંકિત કરનારી ઘટના સામે આવી છે. અહીં એક 20 વર્ષના યુવકે 78 વર્ષની વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે ગુનાનો ખુલાસો થયો હતો.

પીડિત મહિલાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, વૃદ્ધા ડિમેન્શિયા અને યાદશક્તિની સમસ્યાથી પીડિત છે. આ ઘટના ત્યારે બની જ્યારે વૃદ્ધા પોતાના ઘરે એકલી હતી. આરોપી યુવક ઘરમાં ઘૂસી ગયો અને સૂતેલી અવસ્થામાં વૃદ્ધા પર બળાત્કાર કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયો.

ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પીડિતના પરિવારે તાત્કાલિક દિન્ડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પ્રકાશ મોરિયાની ધરપકડ કરી લીધી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 376 (બળાત્કાર) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

Tags :
indiaindia newsMumbaiMumbai newsraped
Advertisement
Next Article
Advertisement